Tuesday evening is a big opportunity to get rich spiritual,
  • Home
  • Astrology
  • માલામાલ થવા માટે મંગળવારની સાંજે છે મોટો મોકો, દરેકના ઘરમાં આ ભગવાન હશે જ!!

માલામાલ થવા માટે મંગળવારની સાંજે છે મોટો મોકો, દરેકના ઘરમાં આ ભગવાન હશે જ!!

 | 2:17 pm IST

હિન્દુધર્મમાં સમસ્ત દેવી દેવતાઓ માટે દરેક દિવસ સમર્પિત છે. મંગળવારનો દિવસ હનુમાનજીની સાધના માટે માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે ખરા દિલથી જો હનુમાનજીની પૂજા કરવામાં આવે તો બજરંગબલી તમામ મનોકામના પૂર્ણ કરે છે. મંગળવારે તેમની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોનું માનીએ તો પવનપુત્ર હનુમાનજી દેવી દેવતાઓમાં એક છે જે તાત્કાલીક ફળ આપનાર અને જાગૃત દેવ છે.

આ પણ વાંચો: દિવાળીમાં મહિલાઓ ઘરમાં કરે આ મહાઉપાય, આજીવન પૈસા-ધન કે કોઈ વસ્તુ નહીં ખૂટે!

કહેવાય છે કે જ્યારે શ્રીરામના ભક્ત હનુમાનજીને કોઈ દીલથી યાદ કરેતો ભગવાન ખુદ ધરતી પર આવી ભક્તોના તમામ સંકટ દૂર કરે છે. મંગળવારે હનુમાનજીને સિંદુર ચડાવવાથી જાતકના તમામ દુ:ખો દૂર થાય છે. અને મુક્તિ મળે છે. સવારે વડના વૃક્ષની નીચે એક પાન પર ગંગાજળ છાંટીને હનુમાનજીને અર્પણ કરવાથી તેમજ હનુમાનજીને યાદ કરી અંજની પુત્રના નામે દિવો પ્રગટાવવાથી ગમે તેવુ આર્થિક સંકટ હોય તે દૂર થાય છે.

હનુમાનજીને મંગળવારે પાનબીડું અર્પણ કરવાથી નોકરી રોજગાર મળે છે. પ્રગતિ થાય છે. સંધ્યાકાળે હનુમાનજીને કેવડો અને ગુલાબની માળા અર્પણ કરશો તો દરેક મનોકામના પૂર્ણ થશે.

મંગળવારના દિવસે બુંદીના લાડુ અર્પણ કરવાથી તેમજ આ પ્રસાદ નાના બાળકોને વહેંચવાથી તમામ અટકી પડેલા કામમાં સફળતા પ્રાપ્ત થશે. રામરક્ષાસ્તોત્રનો પાઠ કરવાથી તમામ સંકટોમાંથી મુક્તિ મળશે.

મંગળવારે હનુમાનજીની પ્રતિમા સામે બેસીને રામનામનો 108 વાર જાપ કરવાથી ભગવાન હનુમાનજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. મંગળવારે સરસવના તેલનો દીપ પ્રગટાવવાથી તેમજ હનુમાન ચાલીસા કરવાથી દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે.

આ વીડિયો જુઓ : શુભ યોગ સર્જાય છે પુષ્ય નક્ષત્ર શું છે તેના મુહુર્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન