મંગળ દોષને શાંત કરવા આવતી કાલે સાંજ સુધીમાં કરો કોઈપણ એક ઉપાય - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મંગળ દોષને શાંત કરવા આવતી કાલે સાંજ સુધીમાં કરો કોઈપણ એક ઉપાય

મંગળ દોષને શાંત કરવા આવતી કાલે સાંજ સુધીમાં કરો કોઈપણ એક ઉપાય

 | 5:39 pm IST

હનુમાનજીની ભક્તિ કરવા માટે જેટલો ખાસ દિવસ શનિવાર છે તેટલો જ ખાસ મંગળવાર પણ છે. મંગળવારે કષ્ટભંજન દેવની ખાસ રીતે પૂજા-અર્ચના કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત મંગળવાર મંગળ ગ્રહનો પણ વાર છે. મંગળ ગ્રહની અશુભ અસર તેમજ કરજમુક્તિ માટે પણ આ વારે વિશેષ ટોટકા કરી શકાય છે. મંગળવારે કરવાના આ ઉપાયોમાંથી સમસ્યાનુસાર કોઈપણ એક પર નિયમિત રીતે અનુકરણ કરવાથી અચૂક લાભ થાય છે.

– મંગળવાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું.

– લાલ મસૂરની દાળનું દાન કરવું, આ ઉપાયથી મંગળના દોષ શાંત થાય છે.

– શિવલિંગ પર લાલ પુષ્પ અર્પણ કરી જળાભિષેક કરવો.

– હનુમાનજી સમક્ષ તેલનો દીવો પ્રગટાવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

– માછલીઓને લોટ અને ગોળની ગોળીઓ ખવડાવવી.

– મંગળવારના દિવસે મંદિર જવું અને હનુમાનજીના પગમાંથી સિંદૂર લઈ અને માથા પર લગાવવું.

– મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ વડના ઝાડનું એક પાન તોડી સ્વચ્છ પાણીમાં ધોઈ અને તેને હનુમાનજીની સામે મુકી તેના પર કેસરથી શ્રીરામ લખવું. આ પાનને હંમેશા પર્સમાં રાખવું. પર્સ હમેશાં પૈસાથી ભરેલું રહેશે.

– હનુમાનજીની કૃપા માટે મંગળવારના દિવસે વ્રત કરીને સાંજે બૂંદીનો પ્રસાદ વહેંચવાથી પૈસાથી તંગી ઝડપથી દૂર થાય છે.

– મંગળવારે સાંજના સમયે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ અને સચોટ ઉપાય છે.