Tulsi Gabbard And Kamala Harris Fired At Each-other In Live TV Show
  • Home
  • Featured
  • US રાષ્ટ્રપતિ ચૂંટણી પર ચર્ચા કરતા Live TVમાં બાખડી ભારતીય મૂળની 2 મહિલા ઉમેદવારો

US રાષ્ટ્રપતિ ચૂંટણી પર ચર્ચા કરતા Live TVમાં બાખડી ભારતીય મૂળની 2 મહિલા ઉમેદવારો

 | 4:58 pm IST

અમેરિકામાં આવતા વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વાર-પલટવારનો ક્રમ શરૂ થઈ ગયો છે. ડેમોક્રેટ્સ પાર્ટીની પાંચમી ડિબેટમાં ભારતીય મૂળની બે મહિલા ઉમેદવારમાં ચર્ચા જામી. સેનેટર કમલા હૈરિસ અને કૉંગ્રેસ વુમેન તુલસી ગબાર્ડની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચર્ચાની શરૂઆતમાં જ્યારે તુલસી ગબાર્ડે પોતાનો પક્ષ રાખ્યો તો તેમણે દાવો કર્યો કે, “જો તે રાષ્ટ્રપતિ બને છે તો મિડલ ઈસ્ટમાં દર વખતે સેનાને નહીં મોકલવામાં આવે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં વિચાર કરવામાં આવશે.” આ દરમિયાન તેમણે પૂર્વની સરકારો અને તેમની નીતિઓની ટીકા કરી.

તુલસી ગબાર્ડનાં તર્કોનો જવાબ જ્યારે સેનેટર કમલા હૈરિસે આપવાનું શરૂ કર્યું તો તેમણે આખો ઇતિહાસ ખંગાળી દીધો. કમલા હૈરિસે કહ્યું કે, “આપણી સાથે આજે સ્ટેજ પર એ છે જેઓ ઓબામા સરકારની સતત ટીકા કરતા રહ્યા છે, જ્યારે તે પણ અમારી જ પાર્ટીની સરકાર હતી. ફૉક્સ ન્યૂઝ પર બેસીને તેમણે ફક્ત આલોચના જ કરી છે. એટલું જ નહીં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, તો તેમને અભિનંદન આપવામાં તુલસી જ સૌથી આગળ હતી. જ્યારે ટ્રમ્પે ત્યાં સુધી શપથ પણ નહોતા લીધા.”

જ્યારે કમલા હૈરિસ આ આરોપ લગાવી રહી હતી ત્યારે તુલસી ગબાર્ડ સતત વચ્ચે વચ્ચે કોમેન્ટ કરીને બોલી રહી હતી કે, “આ બકવાસ છે. કમલા હૈરિસે કહ્યું કે હવે જરૂરિયાત છે કે ડેમોક્રેટ્સ તરથી એવો વ્યક્તિ આગળ આવે જે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની છોતરા ઉખાડી શકે.” કમલા હૈરિસનાં આરોપોનો તુલસી ગબાર્ડે પણ જવાબ આપ્યો અને કહ્યું કે, “આ દુર્ભાગ્યની વાત છે કે એક વ્યક્તિ સતત સ્ટેજથી જૂઠ બોલી રહી છે. તે એ વાતને માનવા તૈયાર નથી કે વિદેશી મુદ્દાઓમાં મારી નીતિઓ મોટો બદલાવ લાવી શકે છે.”

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે પાર્ટી લેવની ડિબેટ્સ ચાલી રહી છે. પહેલા પાર્ટી લેવલની ડિબેટ થશે, ત્યારબાદ અંતમાં બંને પાર્ટીઓનાં ઉમેદવારની ચર્ચા થશે.

આ વિડીયો પણ જુઓ: વધુ એકવાર લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાએ વીડિયો પોસ્ટ કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન