તુલસીના પાન ત્વચા માટે છે ગુણકારી, જાણી લો કેવી રીતે કરવો ઉપયોગ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • તુલસીના પાન ત્વચા માટે છે ગુણકારી, જાણી લો કેવી રીતે કરવો ઉપયોગ

તુલસીના પાન ત્વચા માટે છે ગુણકારી, જાણી લો કેવી રીતે કરવો ઉપયોગ

 | 2:37 pm IST

કહેવાય છે કે તુલસી બધી પ્રાકૃતિક ઔષધિઓમાં શ્રેષ્ઠ છે. જેમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને રોગ પ્રતિરોધને વધારનાર તત્વ હોવાની સાથે, આ સંપૂર્ણ સેહત માટે વરદાન છે. આ પ્રતિરોધ ક્ષમતાને મજબૂત કરે છે. આ તે છોડ છે જે દરેક ભારતીયના ઘરમાં મળી આવે છે. તેના પાંદડાં ખીલ જેવી અન્ય સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. તુલસીમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે, ત્વચાની આ સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને ત્વચાનો રંગ પણ સાફ્ કરે છે. આવો તેના બીજા કેટલાક ફયદાઓ વિશે જાણીએ.

સ્વસ્થ ત્વચા
તુલસીના પાંદડાંમાં એન્ટિઓક્સિડેન્ટ મળી આવે છે જેનાથી ત્વચા નિખરે છે. તેના માટે થોડા તુલસીના પાંદડાં લો. હવે તેને પીસીને તેનો રસ કાઢો. હવે તેમાં એક ચમચી ગ્લિસરિન મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર દરરોજ સારી રીતે માલિશ કરો. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે અને ત્વચાનો રંગ પણ સાફ થશે.

દાગ ઓછા કરે
તુલસીના પાંદડાંમાં એવા તત્ત્વો મળી આવે છે જેનાથી દાગ સાફ્ થઇ જાય છે. જો તમારા ચહેરા પર કોઇપણ ખીલના નિશાન છે તો આ તુલસીના પાંદડાંથી ઠીક થઇ જશે. તેના માટે થોડા તુલસીના પાંદડાં લો હવે તેને વાટી દો. હવે આ પેસ્ટમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો, સુકાઇ જતાં ધોઇ લો.

ખીલ
દરરોજ તુલસીના પાંદડાં ખાવાથી લોહી સાફ્ થાય છે જેનાથી દાણા અને ખીલમાંથી છુટકારો મળે છે. દાણા અને ખીલ થતાં તુલસીના પાંદડાંનો ફેસ પેક જેમાં ગુલાબજળ, ચંદનનો પાઉડર અને લીંબુનો રસ મિક્સ કરો. તેને લગાવવાથી ખીલ ઓછા થઇ જાય છે.

ત્વચાના સંક્રમણનો ઉપચાર
ત્વચાના સંક્રમણના ઉપચાર કરવા માટે આ ખૂબ સારી ષધિ છે. તુલસીના પાંદડાંને સરસિયાના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ઘટ્ટ રંગ ન થઇ જાય. આ તેલને ગાળી લો અને સંક્રમિત ભાગ લગાવો. આ સંક્રમણને ઓછું કરે છે અને આરામ અપાવે છે.

દાગ મુક્ત ત્વચા
દરેક મહિલાનું સપનું હોય છે કે તેની ત્વચા દાગ રહિત હોય, અને તુલસીના પાંદડાંના ઉપયોગથી તેમ થઈ શકે છે, કારણ કે તેમાં હાજર એન્ટિઓક્સિડેન્ટથી ત્વચાને ચમક મળે છે અને દાગ સાફ્ થઇ જાય છે. તુલસીના પાંદડાંની પેસ્ટ બનાવી લો તેમાં એક ચમચી ચંદન પાઉડર અને એક ચમચી મુલતાની માટી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો, સુકાઇ જાય ત્યારે ઠંડા પાણી વડે ધોઇ દો.

એન્ટિ-એજિંગ
ત્વચા પર તુલસીનો પ્રયોગ કરવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી કારણ કે તેમાં એન્ટિ-એજિંગ ગુણ મળી આવ્યા છે. તુલસીના પાંદડાંના ઉપયોગથી ત્વચા ટાઇટ થવા લાગે છે જેથી તમે જવાન દેખાવ છો. તેના માટે તુલસીના પાંદડાંની પેસ્ટ બનાવો. હવે તેમાં નારિયેળનું તેલ અને એક ચમચી મુલતાની માટી મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાઇ જાય ત્યારે ધોઇ દો.