#TulsiGabbard : First Hindu in US Congress, She Will Run For President in 2020
  • Home
  • Featured
  • US: ઇતિહાસ રચવાની રાહ પર હિન્દુ સાંસદ તુલસી, ટ્રમ્પને ફેંકશે જોરદાર પડકાર!

US: ઇતિહાસ રચવાની રાહ પર હિન્દુ સાંસદ તુલસી, ટ્રમ્પને ફેંકશે જોરદાર પડકાર!

 | 1:58 pm IST

અમેરિકામાં પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ 2020માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા માંગે છે. આ વિષેની સત્તાવાર જાહેરાત તેઓ આગામી સપ્તાહમાં કરે તેવી સંભાવના છે. જોકે ઉમેદવાર બનવા માટે તુલસીએ પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવવી પડશે. તુલસી 2013થી અમેરિકાના હવાઈ રાજ્યમાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ સાંસદ છે.

37 વર્ષના ગબાર્ડે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મેં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને આ વિષે આગામી સપ્તાહમાં જાહેરાત કરીશ. અમેરિકન લોકો સામે ઘણાં પડકારો છે. જેના વિષે મને ચિંતા છે અને હું તે મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માંગુ છું. અહીં એક મોટો મુદ્દો યુદ્ધ અને શાંતિનો છે.

ગબાર્ડ કોઈ મોટા રાજકીય પક્ષ તરફથી અને વ્હાઈટ હાઉસ માટે ઉભી થનારી પહેલી હિન્દુ ઉમેદવાર બની શકે છે. જો તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે તો તે અમેરિકાની પહેલી મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિનું પદ મેળવી શકે છે.

ગબાર્ડનો જન્મ અમેરિકાના સમોઆમાં એક કેથલિક પરિવારમાં થયો હતો. તેની માતા કોકેશિયન હિન્દુ છે. તેના કારણે તુલસી ગબાર્ડ શરૂઆતથી જ હિન્દુ ધર્મની અનુયાયી રહી છે. સાંસદ બન્યા પછી તુલસી પહેલી એવી સાંસદ હતી જેણે ભગવત ગીતાના નામ પર શપથ લીધા હતા.