Tulsi Gabbard urges Hindu students to find solace in Bhagavad Gita amidst such testing times
  • Home
  • Featured
  • અમેરિકાના પહેલા હિંદુ મહિલા સાંસદ તુલસી ગબાર્ડે ભાગવત ગીતાને લઈ જાહેરમાં કહ્યું કે…

અમેરિકાના પહેલા હિંદુ મહિલા સાંસદ તુલસી ગબાર્ડે ભાગવત ગીતાને લઈ જાહેરમાં કહ્યું કે…

 | 8:00 pm IST

કોરોનાના મુશ્કેલ સમયમાં માણસને ભગવદ ગીતા નિશ્ચિત રીતે શાંતિ અને તાકાત આપી શકે છે તેમ અમેરિકાના પહેલા હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડનુ કહેવુ છે. અમેરિકાના હવાઈ રાજ્યના સાંસદ તુલસીએ એક ઓનલાઈન કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, હાલમાં અવ્યવસ્થાનો માહોલ છે અને કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી કે કાલનો દિવસ કેવો રહેશે પરંતુ ભાગવત ગીતા થકી કૃષ્ણના ભક્તિ યોગ અને કર્મની પ્રેક્ટિસ આપણને શાંતિ આપી શકે છે.

અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે શનિવારે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભાગવત ગીતાથી શક્તિ અને શાંતિ મળશે. તેમણે કહ્યું કે આ પ્રકારના માહોલમાં કોઈ પણ વિશ્વાસ સાથે કહી શકે તેમ નથી કે આવતીકાલે શું થશે? આ સ્થિતિમાં આપણને ભક્તિ, યોગ અને કર્મ યોગના અભ્યાસથી શક્તિ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. તે આપણને ભગવાન કૃષ્ણએ ભાગવત ગીતામાં શીખવ્યું છે.

 સાંસદ ગબાર્ડ હિન્દુ સ્ટુડન્ટ્સ કાઉન્સિલ તરફથી આયોજીત વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. હિન્દુ સ્ટૂડન્ટ્સ કાઉન્સિલ તરફથી 7 જૂનના રોજ પહેલી વખત વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં વિશ્વની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયેલા છે.

તુલસી ગબાર્ડના કાર્યક્રમમાં ફેસબુક અને યુટ્યુબ મારફતે હજારો લોકો જોડાયા હતા. અમેરિકા, કેનેડા, બ્રિટન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સેંકડો સ્નાતક વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંસદ ગબાર્ડે કહ્યું કે તમે જ્યારે જીવન અંગે વિચાર કરો છો તો પોતાને એક જ પ્રશ્ન કરો કે મારા જીવનનો ઉદ્દેશ શું છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જો તમને માલુમ પડે છે કે તમારો ઉદ્દેશ ભગવાન અને તેમના બાળકોની સેવા કરવાનો છે તો કર્મ યોગની પ્રેક્ટિસ કરો. ત્યારે જ તમે એક સફળ જીવનને જીવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન