રવિવારનાં દિવસે કેમ નથી તોડવામાં આવતી તુલસી, આ છે માન્યતા - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • રવિવારનાં દિવસે કેમ નથી તોડવામાં આવતી તુલસી, આ છે માન્યતા

રવિવારનાં દિવસે કેમ નથી તોડવામાં આવતી તુલસી, આ છે માન્યતા

 | 5:52 pm IST

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ વાર અને સમય અનુસાર થાય છે. પૂજાથી લઇને લગ્ન સુધી તમામ શુભ કામોની શરૂઆત મુહૂર્ત જોઇને થાય છે. આ સિવાય આ શૂભ કામોમાં વપરાતી દરેક ચીજનું અલગ અલગ મહત્વ છે. આ રીતે જ એક માન્યતા છે કે રવિવારનાં દિવસે તુલસી ના તોડવી જોઇએ.

તુલસીને તોડવામાં જ નહીં પરંતુ તેને લગાવવામાં અને પૂજામાં ઉપયોગ કરવાને લઇને પણ ઘણી માન્યતાઓ છે. જેમ કે ગુરૂવારનાં દિવસે તુલસીનો છોડ લગાવવો જોઇએ, તુલસીનાં છોડને ઘરની બહાર નહીં પરંતુ ઘરની અંદર આંગણામાં રોપવો જોઇએ તેમજ તુલસીનાં છોડને ઘરમાં લગાવવાનો યોગ્ય સમય કારતક મહિનાનો છે. આ રીતે કેટલાક લોકો એવું પણ માને છે કે રવિવારનાં દિવસે તુલસીનો છોડ કે તેના પત્તા ના તોડવા જોઇએ.

આ માન્યતાને લઇને લોકોનું માનવું છે કે રવિવારનો દિવસ ભગવાન વિષ્ણુને ઘણો જ પ્રિય છે, આ કારણે તુલસીને રવિવારે ના તોડવી જોઇએ, કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી પણ પ્રિય છે. ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય બનાવવાનો શ્રેય ગણેશજીને જાય છે. તેમના વરદાનનાં કારણે જ તુલસી વિષ્ણુ અને કૃષ્ણને પ્રિય હોવાની સાથે સાથે લોકોને જીવન અને મોક્ષ આપનારી બની. સાથે સાથે ગણેશજીએ એમ પણ કહ્યું કે તેમની પૂજામાં ક્યારેય તુલસી ના ચઢાવવી. તેના કારણ પાછળ માનવામાં આવે છે કે એક દિવસ ભગવાન ગણેશજી ગંગા કિનારે તપ કરતા હતા ત્યારે માતા તુલસી પોતાના વિવાહ માટેની ઇચ્છા પૂર્ણ કરવા તીર્થયાત્રા પર હતા. તેઓ ગણશજીને તપ કરતા જુએ છે અને તેમને મોહિત કરવા તપસ્યા ભંગ કરાવે છે અને ગણેશજી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. તપસ્યા ભંગ થવાને કારણે ગુસ્સે થયેલા ગણેશજીએ તેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને કહ્યું કે તેઓ બ્રહ્મચારી છે. આ કારણે ગુસ્સે થયેલા માતા તુલસીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના 2 વિવાહ થશે. આ કારણે ગણેશજીએ પણ માતા તુલસીને શ્રાપ આપ્યો કે તેમના વિવાહ અસુર શંખચૂર્ણ સાથે થશે. રાક્ષસનાં પત્ની થવાનો શ્રાપ સાંભળી તુલસીજીએ ગણેશજીની માફી માંગી હતી.

ત્યારે ભગવાન ગણેશે કહ્યું કે તે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પ્રિય હોવાની સાથે સાથે કળયુગમાં જગતને જીવન અને મોક્ષ આપનારી બની રહેશે, પરંતુ મારી પૂજામાં તુલસી ચઢાવવી અશુભ મનાશે.