basil plant is very auspicious for homee vastu, know about it
  • Home
  • Astrology
  • તુલસી વાસ્તુદોષ પણ કરી શકે દૂર, છોડથી થાય છે અનેક ફાયદાઓ

તુલસી વાસ્તુદોષ પણ કરી શકે દૂર, છોડથી થાય છે અનેક ફાયદાઓ

 | 6:45 pm IST

તુલસી એ પવિત્ર છોડ છે એ તો તમે જાણતા હશો. પણ શું તમે જાણો છે કે તુલસીના અનેક પ્રકારો છે. તેનું ચોક્કસ કાર્યક્ષેત્ર છે. તમે તુલસી કે શ્યામ તુલસી વિશે તો સાંભળ્યું જ હશે. પણ રક્ત તુલસી, રામ તુલસી, ભૂ તુલસી, વન તુલસી, જ્ઞાન તુલસી, હોય છે. તુલસીની આ બધી જ પ્રજાતિઓના ગુણ જુદા હોય છે. આ છોડને લઈને કંઈક એવા ઉપાયો છે જેનાથી તમે પોતાના ઘરના વાસ્તુ દોષનું શમન પણ થઈ શકે છે.

તુલસી એક એવો છોડ છે જેના અનેક ફાયદા છે હવે વિજ્ઞાન પણ તેને સમર્થન આપે છે.  આજે જાણો તુલસી અને તેના ઉપાયો વિશે.

1. પૂર્વ દિશામાં જો કોઈ બારીની બાજુમાં તુલસીનો છોડ મૂકવામાં આવે તો તમારા બાળકો તમારુ કહેવું માનવા લાગશે.

2. વાસ્તુ દોષ દૂર કરવા માટે તુલસીના છોડને દક્ષિણ-પૂર્વથી લઈને ઉત્તર પશ્ચિમ સુધી કોઈપણ ખાલી ખૂણામાં મૂકી શકાય છે.

3. તુલસીનો છોડ રસોડાંની બાજુમાં મૂકવાથી ઘરના સભ્યોમાં પરસ્પર સંવાદિતા વધે છે.

4. જો તમારી દીકરીના લગ્ન નથી થઈ રહ્યા તો તુલસીના છોડને દક્ષિણ-પૂર્વમાં મૂકીને તેને નિયમિત રીતે પાણી આપવું. આ ઉપાયથી તેને જલ્દી જ યોગ્ય વરની પ્રાપ્તિ થશે.

5. જો સંતાન ખૂબ જ વધુ જિદ્દી અને મર્યાદાની બહાર છે તો પૂર્વ દિશામાં મૂકેલા તુલસીના છોડના ત્રણ પાંદડા કોઈને કોઈ રીતે ખવડાવી દેવા.

6. નોકરીમાં જો ઉચ્ચાધિકારીને લીધે કોઈ તકલીફો થતી હોય તો ઑફિસમાં જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં સોમવારે તુલસીના સોળ બી કોઈ સફેદ કપડાંમાં બાંધીને ખૂણામાં દબાવી દેવા. આને કારણે તમારા સંબંધોમાં સુધારો જોવા મળશે.

7. જો તમારો વ્યાપાર બરોબર નથી ચાલતો, તો તુલસીના છોડને નૈઋત્ય ખૂણામાં મૂકીને દર શુક્રવારે કાચ્ચું દૂધ ચડાવવું.

8. તુલસી એકમાત્ર છોડ છે, જે જીવનને સુખમય બનાવવામાં સક્ષમ છે.

9.તુલસીના પાંદડા શરીરમાં નાક, કાન, વાત, કફ, ઉધરસ, તાવ અને હ્રદયરોગોને દૂર કરવામાં મદદરૂપ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન