તુલસી પ્રભુથી પીઝા સુધી... - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

તુલસી પ્રભુથી પીઝા સુધી…

 | 1:12 am IST

ડાયટ ટિપ્સઃ હિરલ ભટ્ટ

પૌરાણિક મહત્વથી અલગ તુલસીને એક ઔષધના રુપમાં પણ લેવાય છે.જેનો ઉપયોગ અનેક બિમારીઓ માં કરવામાં આવે છે.શરદી ઉધરસથી લઇ ને ઘણી નાની મોટી બિમારીઓમાં પણ કામ કરતી ઔષધી છે.

આયુર્વેદમાં તુલસીના દરેક ભાગને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ ફયદાકારક દર્શાવ્યુ છે. તુલસીના મુળ, તેના પાન, તેના બીજ (માંજર) એ બધાનુ મહત્વ અલગ અલગ છે. સામાન્ય રીતે ઘર માં ૨ પ્રકારના તુલસી જોવા મળે છે. એક એ જેમા તુલસી ના પાન નો રંગ ઘાટ્ટો લીલો હોય છે અને એક એ જેમ પાન નો રંગ આછો લીલો હોય છે. તુલસી ના અમુક એવા ફ્યદ જેનાથી આપણે અજાણ છિએ..

પહેલા લોકો વાતો કરતા કરતા તુલસી ખાઇ લેતા પણ આજની પેઢી માં ઘણા લોકોને તુલસી નો સ્વાદ પસંદ નથી પડતો પરંતુ એ લોકો ને એ ખ્યાલ નથી કે બહાર જે પીઝા મળે છે તેને વધુ ટેસ્ટી બનાવા માટે જે ઉપરથી માસાલા નો ઉપયોગ થાય છે એ તુલસી જ હોય છે. ટુંક માં જાણતા અજાણતા તુલસી નો ઉપયોગ દરેક જગ્યા પર થાય જ છે.

ખાસ કરીને સ્ત્રીઓ માં પીરિયડ્સ ની સમસ્યામાં : હંમેશા મહિલાઓ માં પીરિયડ્સ ની અનીયમીતતા ની તકલીફ્ જોવા મળે છે. માસિક ચક્ર ની અનિયમીતતા ને દુર કરવા માટે તુલસી ના પાન નો નિયમીત સેવન કરી શકાય છે.

શરદી અને ઉધરસ : જો શરદી કે તાવ હોય તો સાકર,કાળામરી અને તુલસી ના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી ખુબ ફયદો થાય છે. શક્ય હોય તો એની ગોળીઓ વાળીને પણ ખાઇ શકાય છે.

ડાયેરિયા માં : જો વધુ ડાયેરિયાની તકલીફ્ હોય તો તુલસી ના પાન ઉપયોગી થઇ શકે છે. તુલસી ના પાન જીરુ સાથે વાટી લેવા ત્યારબાદ દિવસ માં ૩-૪ વખત લેવાથી ડાયેરિયા બંધ થાય છે.

તુલસી ના અમુક ઘરગથ્થુ ઉપચાર

તુલસી શ્વાસ અને ટી.બી ના રોગ માં ખુબ જ લાભકારી છે.રોજ તુલસી ખાવાથી શ્વાસ કે ટી.બી થતુ નથી. તુલસી ના ઔષધીય ગુણ ના કારણે તે બીમારી ના જે કારણભુત જીવાણૂ છે તેને વધતા અટકાવે છે.મધ,આદુ અને તુલસી ને મિક્સ કરી ઉકાળો પીવાથી ક્ષ્વાસ અને શરદી માં રાહત થાય છે.

તુલસી ના ૧૧ પાન અને ૪ આખા મરિ નુ સાથે સેવન કરવાથી મલેરિયા અને ટાઇફેઈડ ની ઠીક કરી શકાય છે. મચ્છરો ના કરડવાથી થતી બીમારીઓ માં તુલસી નો ઉપયોગ ખાસ કરવામાં આવે છે.

કોઇપણ પ્રકાર ના તાવ ને મુળ થી નાબુદ કરવા માટે તુલસી સફ્ળ સાબિત થાય છે.૨૦ તુલસી પાન ૧૦ કાળામરી મિક્સ કરી ઉકાળો બનાવી પીવાથી જુનો તાવ પણ છુ-મંતર થાય છે.તુલસી ની મદદ થી કોઇ પણ પ્રકાર ના તાવ ને એન્ટિબાયોટિક વીના પણ ઠિક કરી શકાય છે.

માઇગ્રેન સાઇનસ માં પણ રાહત : તુલસી નો ઉકાળો પીવાથી માઇગ્રેન અને સાઇનસ મા આરામ મળે છે.જો ખુબ જુના માથાના દુખાવા થી હેરન થતા હોવ તો રોજ સવારે અને સાંજે ૧/૪ ચમચી તુલસી ના પાનનો રસ,એક ચમચી શુધ્ધ મધ સાથે ૧૫ દિવસ સતત લેવાથી આ બિમારી સંપુર્ણ નાબુદ થાય છે.

શ્યામ તુલસી ના પાન ના બે-બે ટીંપા રસ ૧૪ દિવસ રોજ નાખવાથી રતાંધણાપણુ દુર થાય છે.આંખોની પીળાશ દુર થાય છે.આંખો ની રોશની વધે છે.

કીડની ની પથરી માં તુલસી ના પાનને પાણી માં ઉકાળી બનાવેલ જ્યુસ ને ૬ મહિના સુધી સતત પીવાથી પથરી ખતમ થઇ બહાર નીકળી જાય છે.

તુલસી ના ૧૦ પાન,૫ કાળા મરી અને ૪ બદામ ની વાટીને અળધા ગ્લાસ પાણી માં ૧ ચમચી મધ ની સાથે લેવાથીકોઇ પણ પ્રકાર ના હ્રદય રોગ ઠીક થાય છે.તુલસી ના ૪-૫ પાન,લીમડા ના ૨ પાન નો રસ તેમજ ૨-૪ ચમચી પાણી માં વાટી ૫-૭ દિવસ રોજ સવારે ખાલી પેટ લેવાથી હાઇ મ્લડ પ્રેશર માં ફેર પડે છે.

તુલસીના ૨ પ્રકાર : શ્યામ તુલસી અને કપુર તુલસી.

તુલસી ની સેવા કર નાર વ્યક્તિ ને ક્યારેય ચામડી ને લગતા રોગ નથી થતા.તેમજ તુલસી ના સેવન થી તુટેલા હાડકા જ્લ્દી થી જોડાઇ જાય છે.તુલસી જેને ઓછુ લોહી છે એમના માટે રામબાણ ઇલાજ છે.તુલસી ના નિયમિત સેવન થી હિમોગ્લોબીન ની માત્રામાં જ્લ્દી વધારો થાય છે. શરીર માં સ્ફ્રુર્તી આપે છે તુલસી.

તુલસી ના ઉપયોગ કરવામાં પણ સાવધાની વર્તવી જોઇએ.તુલસી ની પ્રક્રુતી ગરમ છે. શરીર માથી ગરમી બહાર કાઢવા માટે તુલસી ને દહી કે છાસ સાથે સેવન કરવાથી તેનુ ઉષ્ણ ગુણ થોડુ ઓછુ થાય છે.

તુલસી ના સેવન પછી દુધ પીવાથી ચામડી ના રોગ થઇ શકે છે.

તુલસી ના સેવન સાથે દુધ , નમક , ડુંગળી ,લસણ ,મુળા ,કે માંસાહાર કી ખાટ્ટા પદાર્થોનુ સેવન કરવુ હાનિકારક છે.

તુલસીના સેવનની રીત

તુલસી ને સવારે ઉઠીને ખાલી પેટ સેવન કરવુ જોઇએ.

વધુ પડતા તુલસી ના સેવન થી પણ હાની થઈ શકે છે.

માસિકધર્મ, શ્વેતપ્રદર તેમજ માસિક બરાબર નઆવતુ હોય તો એક ગ્લાસ પાણી મા તુલસી ના બી ને ઉકાળિ જ્યારે આ પાણી અળધુ થાય પછી એ ઉકાળાને પીવાથી માસિક વ્ય્વસ્થિત આવે છે.

માસિક દરમ્યાન કમરનો દુખાવો થતો હોય તો એક ચમચી તુલસી ના રસ નુ સેવન કરવુ જોઇએ.

તુલસી ના રસ ને ૨-૩ ચમચી ખાલી પેટ સેવન કરવાથી યાદશ્ક્તિ વધે છે.

[email protected]