ટમી હાઇડ ડ્રેસીસની છે જોરદાર ડિમાન્ડ, આ રીતે કરો ટ્રાય - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ટમી હાઇડ ડ્રેસીસની છે જોરદાર ડિમાન્ડ, આ રીતે કરો ટ્રાય

ટમી હાઇડ ડ્રેસીસની છે જોરદાર ડિમાન્ડ, આ રીતે કરો ટ્રાય

 | 1:23 pm IST

પ્રેગ્નન્સી પછી ઐશ્વર્યા રાયે જ્યારે એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં હાજરી આપવાની થઈ ત્યારે પણ તેણે ભારતીય સંસ્કૃતિને બરકરાર રાખતા સાડી પહેરવાનું તો નક્કી કર્યું, પરંતુ બ્લાઉઝમાં એવું વેરિએશન આપવામાં આવ્યું કે સ્ટાઈલિશ પણ લાગે અને ટમી પણ હાઈડ થઈ શકે.

જો કે આવા ઘણા ડ્રેસીસ છે જે તમે પહેરીને ટમી હાઈડ કરી શકો છો. જેમ કે વેસ્ટર્નવેરમાં એવા ગાઉન પહેરવાનું પસંદ કરો જેમાં ચેસ્ટની નીચે બેલ્ટ રાખી પછી ડાઉનફ્રીલ હોય. આ પ્રકારના ફુલેલા ગાઉનમાં તમારો પરફેક્ટ બોડી શેઈપ હાઈલાઈટ થવાને બદલે ઉપર શોલ્ડર અને ફેસ વધુ હાઈલાઈટ થશે અને લોવર બોડીમાં માત્ર ડ્રેસ જ હાઈલાઈટ થશે.

આમ, એથનિક કે ટ્રેડિશનલ કહી શકાય તેવા ડ્રેસીસમાં તમે બોબ અનારકલી ડ્રેસ પસંદ કરી શકો છો. આ અનારકલીનો એક પ્રકાર છે. જેમ અમુક અનારકલી ડ્રેસમાં કમર સુધીના કોઠાનો ભાગ સ્કિનટાઈટ અને પછી ઘેર હોય છે તેમ બોબ અનારકલીમાં ચેસ્ટની બિલકુલ નીચેથી જ વધારે કળીવાળો ઘેર રાખવામાં આવે છે. આ ડ્રેસ એટલો ઘેરવાળો અને ફુલેલો હોય છે કે આમાં તમારી ટમી દેખાશે નહીં. તે ઉપરાંત પણ ટમી હાઈડર ડ્રેસ માટે અગત્યની ટિપ્સ એ છે કે આપ પ્રિન્ટેડ કપડાં પસંદ કરો. તેમાં ટમી હાઈડ થઈ શકે છે. લાઈટ કલરને બદલે ડાર્ક કલર પર પણ ભાર આપી શકો છો. તમારો ડ્રેસ ટ્રાન્સપરન્ટ ન હોવો જોઈએ. આમ આવા નુસખાથી આપ આપની ટમી હાઈડ કરી શકો છો અને પોતાની જાતને વધુ ગ્રેસફુલ બનાવી શકો છો.