turkey in fatf grey list with Pakistan double blow for imran-khan
  • Home
  • Featured
  • FATFમાં પાકિસ્તાનને બેવડો ઝાટકો, ગ્રે લિસ્ટમાં તુર્કીનો સમાવેશ

FATFમાં પાકિસ્તાનને બેવડો ઝાટકો, ગ્રે લિસ્ટમાં તુર્કીનો સમાવેશ

 | 9:34 am IST
  • Share

  • FATF આતંકીઓને પંપાળતા પાકિસ્તાનને આપ્યો બેવડો ફટકો

  • પાકિસ્તાન સાથે તુર્કીને ગ્રે લિસ્ટમાં નાંખ્યુ

  • પાકિસ્તાન તુર્કીની મદદથી બ્લેક લિસ્ટમાં આવતા બચતુ રહ્યુ

કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને આશ્રય આપી રહેલા પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ વૈશ્વિક નાણાકીય નિરીક્ષણ સંસ્થાએ બેવડો ફટકો માર્યો છે. FATF એ પાકિસ્તાનને માત્ર ગ્રે લિસ્ટમાં જ રાખ્યું નથી, પરંતુ તેના માર્ગદર્શક તુર્કીને પણ આતંકવાદીઓને આશ્રય આપવા માટે ગ્રે લિસ્ટમાં મૂકી દીધુ છે. 

અગાઉ, પાકિસ્તાન તુર્કીની મદદથી બ્લેક લિસ્ટમાં આવવાનું વારંવાર ટાળી રહ્યું હતું અને હવે તુર્કી ખુદ FATFના સકંજામાં આવી ગયું છે. 

પાકિસ્તાન અને તુર્કી સામેની આ કાર્યવાહીથી આતંકવાદી હુમલા સામે લડી રહેલા ભારતને મોટી સફળતા મળી છે. FATF એ પાકિસ્તાનના આરોપને નકારી દીધો છે કે પાકિસ્તાન સતત દાવો કરે છે કે ભારતના દબાણમાં આવીને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દેવાયુ છે. 

FATF અધ્યક્ષ ડો.માર્કસ પ્લેયરે કહ્યું કે પાકિસ્તાને ગંભીરતા સમજાવવાની જરૂર છે કે તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સામે છે. તેમની સામે તપાસ અને કાનૂની કાર્યવાહી સંયુક્ત રીતે ચાલી રહી છે.  તેમણે કહ્યું કે FATF એક ટેકનિકલ સંસ્થા છે અને અમે સામાન્ય રીતે અમારો નિર્ણય સંમતિ સાથે કરીએ છીએ.

હાફિઝ સઇદ અને મસૂદ અઝહર સામે પગલાં લેવા પડશે પ્લેયરના આ નિવેદન બાદ ભારત સામે પાકિસ્તાની દાવાની હવા નીકળી ગઇ. FATF એ એમ પણ કહ્યું કે પાકિસ્તાન ત્યાં સુધી આ યાદીમાં રહેશે જ્યાં સુધી તે સાબિત ન કરે કે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરેલ છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાને 34 એક્શન પોઇન્ટ બનાવ્યા છે. તેમાંથી 30 પૂર્ણ થયા છે. આનાથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવવાનો પ્રશ્ન ઉભો થતો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો