Indian Women Cricket Team Couch Tushar Arothe Resigns from the Post of Senior Couch
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૉચ સાથે થઇ ‘કુંબલે’વાળી, આપવુ પડ્યુ રાજીનામુ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૉચ સાથે થઇ ‘કુંબલે’વાળી, આપવુ પડ્યુ રાજીનામુ

 | 6:37 pm IST

ભારતીય મહિલા ટીમનાં કોચ તુષાર અરોઠેએ ટીમની કેટલીક સ્ટાર ખેલાડીઓ સાથે કથિત મતભેદનાં કારણે કોચ પદ છોડી દીધું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ખેલાડી તેમની ટ્રેનિંગની રીતનો વિરોધ કરી રહી હતી. સીઓએનાં કાર્યકાળમાં આવુ બીજી વખત થયું છે જ્યારે રાષ્ટ્રીય કોચે ખેલાડીઓનાં વિદ્રોહને કારણે પદ છોડ્યુ હોય. ગત વર્ષે પુરૂષ ટીમનાં મુખ્ય કોચ અનિલ કુંબલેએ પણ કપ્તાન વિરાટ કોહલી સાથેનાં મતભેદોનાં કારણે કોચ પદ છોડ્યું હતુ.

BCCIએ કહ્યું, “BCCIએ મંગળવારે ભારતીય મહિલા ટીમનાં કોચ તુષાર અરોઠેનું રાજીનામુ સ્વીકાર કરી લીધું છે. અરોઠેએ વ્યક્તિગત કારણોને લીધે રાજીનામુ આપવાની વાત કરી છે અને ભારતીય મહિલા ટીમ સાથે કામ કરવાની તક આપવા બદલ BCCIનો આભાર માન્યો છે.”

જો કે BCCIનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે ટીમમાં જે ખેલાડીઓનો પ્રભાવ છે તે ઇચ્છતી હતી કે તુષાર અરોઠેને તાત્કાલીક હટાવવામાં આવે જેના કારણે તેમણે રાજીનામુ આપ્યુ છે.