ટયૂશનિયા શિક્ષકે છાત્રો મારફતે કરાવ્યું વિરોધનંુ નાટક? - Sandesh
  • Home
  • Bhuj
  • ટયૂશનિયા શિક્ષકે છાત્રો મારફતે કરાવ્યું વિરોધનંુ નાટક?

ટયૂશનિયા શિક્ષકે છાત્રો મારફતે કરાવ્યું વિરોધનંુ નાટક?

 | 2:00 am IST

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતો શિક્ષક હિમાંશુ બારોટ ટયુશન કરાવતા રંગે હાથે ઝડપાયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી સામે લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો હતો. જોકે, આ દરમિયાનમાં સર્જાયેલા ડ્રામાના બીજા દિવસે એ જ શિક્ષક પાસે ટયૂશન જતા છાત્રો દ્વારા વિરોધનું નાટક કરાવવામાં આવ્યંુ હતંુ. હાથમાં બેનરો સાથે રેલી યોજીને શિક્ષણ અધિકારી પાસે આવી રહેલા છાત્રો એકાએક રસ્તા રોકો આંદોલન પર ઉતરી આવ્યા હતા, પરંતુ આખરે સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પહોંચતાં છાત્રોને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું કહેવાયું હતું. નિયમ વિરૃધ્ધ ટયુશન કરાવતાં પકડાયેલા આરોપી શિક્ષકની તરફેણમાં છાત્રોને વિરોધ કરવાની પ્રેરણા આપવા પાછળ કોનું ભેજુ? કામ કરી રહ્યું હોય તે સમજવું ખુબ સ્વાભાવિક છે.