ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરતા ચકચાર : ઇન્ડસ્ટ્રીમાં બે મહિનામાં ચોથી ઘટના - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરતા ચકચાર : ઇન્ડસ્ટ્રીમાં બે મહિનામાં ચોથી ઘટના

ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરતા ચકચાર : ઇન્ડસ્ટ્રીમાં બે મહિનામાં ચોથી ઘટના

 | 2:23 am IST

। મુંબઈ ।

જાણીતા ટીવી કલાકાર સમીર શર્માએ આત્મહત્યા કરી લેતા બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર ચકચાર જાગી છે. ‘સાસ ભી કભી બહુ થી’ તેમજ ‘કહાની ઘર ઘર કી’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરનાર મોડલ સમીર શર્માનો મૃતદેહ તેના ઘરના રસોડામાં પંખા પર લટકતો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક રીતે આત્મહત્યાના એંગલથી તપાસ હાથ ધરાઈ છે. તેમના ઘરમાંથી કોઈ સુસાઇડ નોેટ ન મળ્યાનું તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં બે મહિનામાં આત્મહત્યાની ચોથી ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે.  આ અગાઉ સુશાંતની મેનેજર દિશા સાલિયાન, તે પછી સુશાંતસિંહ રાજપૂત અને  પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી હતી. સમીર શર્મા છેલ્લા ૧૫ વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હતા.

બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હોવાની શંકા

મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુરે કહ્યું હતું કે સમીર શર્માના મૃતદેહને જોતા એમ લાગે છે કે તેણે બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હોવી જોઈએ. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આથી સુસાઇડનાં કારણોની તપાસ કરાઈ રહી છે. બુધવારે રાત્રે નાઈટ ડયૂટી કરતા ચોકીદારે સમીર શર્માની ડેડબોડી લટકતી જોયા પછી અન્ય રહીશોને જાણ કરી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી તોડીને બોડી બહાર કઢાઈ હતી. સમીર શર્મા દિલ્હીના રહીશ હતા અને અચલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણા સમયથી અલગ રહેતા હતા.

કઈ કઈ સિરિયલમાં અભિનય કર્યો હતો?

સમીર શર્માએ દિલ ક્યા ચાહતા હૈ, સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, યે રિશ્તે હૈ પ્યાર કે, લેફ્ટ રાઈટ લેફ્ટ, જ્યોતિ, ગીત હુઈ સબસે પરાયી, વો રહનેવાલી મહલોં કી, આયુષ્યમાન ભવઃ , ઈસ પ્યાર કો ક્યા નામ દૂં?, એક બાર ફીર, ભૂતુમાં અભિનય કર્યો હતો. હંસી તો ફંસી અને ઈત્તેફાક ફિલ્મમાં પણ ભૂમિકા નિભાવી હતી. છેલ્લે તેઓ યે રિશ્તે હૈ પ્યાર કે માં કૂહુનાં પિતાની ભૂમિકા નિભાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન