TV Actress Aamna Sharif glamorous Pictures viral on social Media
  • Home
  • Featured
  • ટીવીની લોકપ્રિય એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયા ગજાવ્યું, જુઓ ગ્લેમરસ Photos

ટીવીની લોકપ્રિય એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયા ગજાવ્યું, જુઓ ગ્લેમરસ Photos

 | 7:21 pm IST

વર્ષ 2003માં એકતા કપૂરની પોપ્યુલર ટીવી સિરિયલ ‘કહી તો હોગા’થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો ફેન્સનો ઘણી પસંદ આવે છે. હાલ તે લોકપ્રિય ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી’માં કમોનિકાનું પાત્ર ભજવી રહી છે. આમનાનો જન્મ 16 જુલાઈ 1982માં થયો હતો. તેણે બાન્દ્રામાં સેન્ટ એનીની હાઇ સ્કૂલથી અભ્યાસ કર્યો છે.

માહિતી મુજબ આમનાએ ટીવી સિવાય કેટલાક પોપ્યુલર મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. જેમાં ફાલ્ગુની પાઠકનો ‘યે કિસને જાદુ કિયા,’ અભિજિતનો ‘ચલને લગી હૈ હવાએ’ અને કુમાર સાનુનો ‘દિલ કા આલમ મેં ક્યા બાતૂંઉ તુઝે’ જેવી મ્યુઝિક વીડિયો શામેલ છે. આ સિવાય આમાનાએ બોલિવૂડ ફિલ્મ જેમકે ‘આલુ ચાટ’ અને ‘એક વિલન’ માં પણ કામ કર્યું છે. છ વર્ષના બ્રેક બાદ આમનાએ ટીવી શો ‘હોંગે જુદા ના હમ’ થી સ્મોલ સ્ક્રીન પર રિએન્ટ્રી કરી હતી. આમનાએ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડ્યુસર અમીત કપૂર સાથે વર્ષ 2013માં લગ્ન કર્યા અને તે ત્રણ વર્ષના દીકરા આરેન કપૂરની માતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન