TV Actress Arti Singh towel dance video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘કોરોના’ કહેર વચ્ચે આ એક્ટ્રેસે ટુવાલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, Video વાયુવેગે વાયરલ

‘કોરોના’ કહેર વચ્ચે આ એક્ટ્રેસે ટુવાલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, Video વાયુવેગે વાયરલ

 | 10:30 pm IST

કોરોના વાયરના કારણે હાલ દરેક બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર પોતાના ઘરમાં કેદ છે. ઘરે રહી મોટાભાગે સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ‘બિગ બોસ 13’ની કન્ટેસ્ટેન્ટ આરતી સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે જેમાં તે ટુવાલમાં ડાન્સ કરી રહી છે.

આરતી સિંહ અભિનેત્રી કાજોલના સોન્ગ ‘મેરે ખ્વાબો મે જો આ એ’ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. એક દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી 4 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં ટુવાલમાં ડાન્સ કરતા દેખાઈ રહી છે. આપણે જણાવી દઈએ કે આરતી સિંહ ‘માયકા’, ‘ગૃહસ્થિ’, ‘થોડા હૈ બસ થોડે કી જરૂરત હૈ’, ‘પરિચય’, ‘ઉત્તરન’, ‘દેવનો દેવ મહાદેવ’ અને ‘વારિસ’ જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન