TV Actress Hina Khan Pant Suit Photos Viral from Cannes
  • Home
  • Featured
  • ‘કાન્સ 2019’ માટે ફ્રાન્સ પહોચી TV એક્ટ્રેસ હિના ખાન, પેન્ટ સૂટમાં દેખાયો જલવો

‘કાન્સ 2019’ માટે ફ્રાન્સ પહોચી TV એક્ટ્રેસ હિના ખાન, પેન્ટ સૂટમાં દેખાયો જલવો

 | 5:47 pm IST

ટીવી એક્ટ્રેસ હિના ખાને શો ‘કસૌટી જિન્દગી કી 2’ને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ બોલિવૂડ પ્રોજેક્ટના કારણે એક્ટ્રેસે આ નિર્ણય લીધો છે. તેની ફિલ્મ ‘લાઇન્સ’ આવવા વાળી છે અને આ કારણે તેઓ હાલ ફ્રાન્સમાં છે. સોનમ કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ જેવી એક્ટ્રેસીસની સાથે હિના ખાન પણ કાન્સ 2019માં દેખાશે છે.

હિના ખાન પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરશે. જોકે આ પહેલા હિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કાન્સ માટે એક ઇન્ટરવ્યૂ સેશનની તસવીરો શેર કરી છે. જેમાં તેઓ સુંદર પેલ પિંક પેન્ટ સૂટમાં નજરે આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે. હિનાએ પેન્ટ સાથે એક ટાઇ અપ ડિટેલિંગવાળુ ટોપ પહેર્યું છે. તેની ઉપર પેન્ટના મેચિંગનું બ્લેઝર લેયર કર્યું. ફોટોઝમાં હાઈલાઇટેડ ચીક્સની સાથે હિનાનું મેકઅપ પરફેક્ટ લાગી રહ્યું છે. હેરસ્ટાઇલની વાત કરીએ તો તેને સાઇડ પાર્ટિંગ સાથે કર્લી લુક આપ્યું છે. હિનાએ તેના લુકને બેઝ સ્ટ્રેપી હીલ્સ સાથે કમ્પલિટ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન