TV Actress Monalisa Shared Her Beautiful Photos From Shrilanka
  • Home
  • Featured
  • Photos: બૉલ્ડ અંદાજમાં જોવા મળી ટીવીની ‘ડાયન’, હૉટ અંદાજમાં પાણીમાં લગાવી આગ

Photos: બૉલ્ડ અંદાજમાં જોવા મળી ટીવીની ‘ડાયન’, હૉટ અંદાજમાં પાણીમાં લગાવી આગ

 | 1:26 pm IST

‘બિગ બૉસ-10’ અને ‘નચ બલિયે-8’ની ભૂતપૂર્વ સ્પર્ધક અને ભોજપુરી ફિલ્મોની હૉટ એન્ડ સેક્સી અભિનેત્રી મોનાલિસા પોતાના બૉલ્ડ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મોનાલિસાએ પોતાની બૉલ્ડ તસવીરો શેર કરી છે. ફેન્સ તેની આ તસવીરોને ઘણી જ પસંદ કરી રહ્યા છે. મોનાલિસા અત્યારે પોતાની થ્રિલર સીરીઝ ‘નજર’માં ડાયનનું પાત્ર ભજવી રહી છે. મોનાલિસા અત્યારે શ્રીલંકામાં છે. તેણે શ્રીલંકાથી ઘણી જ સુંદર તસવીરો શેર કરી છે.

મોનાલિસા પોતાના પતિ વિક્રાંત સાથે મેરેજ એનિવર્સરી મનાવવા શ્રીલંકા ગઇ છે. મોનાલિસાએ સ્વિમસૂટ પહેરેલી તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા પરથી તમારી આંખો હટવાનું નામ નહીં લે. મોનાલિસાનો આ બૉલ્ડ અવતાર ફરી ચર્ચામાં છે. તસવીરોમાં બ્લેક સ્વિમસૂટમાં મોનાલિસા જોવા મળી રહી છે. મોનાલિસાનો આ બૉલ્ડ અંદાજ તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

હાલમાં જ મોનાલિસાએ પોતાનો એક બાથરૂમ ફૉટો પણ શેર કર્યો હતો જેણે ભારે ચર્ચા જગાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન