TV Actress Nia Sharma Glamorous Photos goes Viral on Internet
  • Home
  • Featured
  • TV ની આ ફેમસ એક્ટ્રેસનો બોલ્ટ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર લગાવે છે આગ

TV ની આ ફેમસ એક્ટ્રેસનો બોલ્ટ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર લગાવે છે આગ

 | 9:12 pm IST

ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નિયા શર્મા નાના પડદા પર તો ધમાલ મચાવે છે પરંતુ સાથે-સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. જે ફેન્સને ઘણી પસંદ આવે છે. ઇન્ટાગ્રામ પર નિયા શર્માના લગભગ 31 લાખથી વધુ ફોલોવર્સ છે.

તાજેતરમાં નિયા શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. રિપોર્ટ મુજબ આ તસવીરો પાડુંચેરીના પેરેડાઇઝ બીચની છે. જેને નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આપને જણાવી દઈએ કે નિયા ટીવી સીરિયલની સાથે રિયલિટી શો અને કોમેડી શોમાં પણ કામ કરી ચૂકી છે. તેને કરિયરની શરૂઆત 2010માં ટીવી સીરિયલ ‘કાલી-એક અગ્નિ પરીક્ષા’થી કરી હતી. ત્યારે બાદ ‘એક હજારોમાં મેરી બહેના હૈ’ અને ‘જમાઈ રાજા’ જેવી સીરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના આકરૂ ગામમાં ‘મોતની ટાંકી’થી દહેશત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન