Tv Actress Raped after False Promise Of Marriage
  • Home
  • Entertainment
  • લગ્નનો વાયદો આપીને મારી સાથે કર્યો રેપ, ટીવી અભિનેત્રીએ નોંધાવી ફરિયાદ

લગ્નનો વાયદો આપીને મારી સાથે કર્યો રેપ, ટીવી અભિનેત્રીએ નોંધાવી ફરિયાદ

 | 4:41 pm IST

મૉડલથી ટીવી અભિનેત્રી બનેલી મુંબઈની એક એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની સાથે થયેલી આ ચોંકાવનારી ઘટના જણાવી હતી. સૂત્રો પ્રમાણે આ ટીવી અભિનેત્રીએ 25 વર્ષનાં એક વ્યક્તિ સામે લગ્નનો વાયદો આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉત્તરપ્રદેશની આ એક્ટ્રેસે મુંબઈમાં જ પોતાનું શિક્ષણ પુરુ કર્યું. વર્ષ 2014માં તે આરોપી સાથે એ જ કૉલેજમાં ભણતી હતી. બંને વચ્ચે 7 જુલાઈનાં સોશિયલ મીડિયા દ્વારા વાત શરૂ થઈ હતી અને બંનેએ ફૉન નંબર એક્સચેન્જ કર્યા હતા.

આ પણ વાંચો: બિગ બૉસ 12: ગુસ્સાથી લાલચોળ થયો શ્રીસંત, શિવાશીષને ગાળ બોલીને આપી દીધી ધમકી

આ દરમિયાન છોકરાએ એક્ટ્રેસને પ્રપોઝ કર્યું હતુ અને તે પોતાના પેરેન્ટ્સને મળાવવા દિલ્લી સ્થિત આવેલા તેના ઘરે લઇ ગયો હતો. 4 સપ્ટેમ્બરે આરોપી એક્ટ્રેસને રેન્ટ કાર દ્વારા નીમરાના લઇને ગયો હતો.

આ દરમિયાન તેની બહેન અને દોસ્ત પણ સાથે હતા અને તેઓ એક હોટલમાં રોકાયા હતા. સૂત્રોનાં કહ્યા પ્રમાણે આ દરમિયાન અભિનેત્રી સાથે રેપ થયો હતો.

આ પણ વાંચો: બહેન હૉસ્પિટલમાં દાખલ થતા શૂટિંગ પડતુ મુકી નેપાળથી મુંબઈ આવ્યો અર્જુન કપૂર

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેણે ભવિષ્યમાં લગ્ન કરવાનું વચન આપ્યું હતુ અને તે રેપ કરતો રહ્યો.” 6 સપ્ટેમ્બરે એક્ટ્રેસ મુંબઈ આવી ગઈ ત્યારે તેની વાત ફોન પર આરોપી સાથે થઈ હતી અને ત્યારે તેણે અભિનેત્રી સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી.

આ પણ વાંચો: જન્મદિવસ પર મહેશ ભટ્ટે રીલીઝ કર્યું દીકરી આલિયાની ‘સડક-2’ ફિલ્મનું ટીઝર

ઉલ્લેખનીય છે કે આ ઘટના અલવર ડિસ્ટ્રિક્ટનાં નીમરાનામાં થઈ હતી. આ ઘટનાને લઇને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.