Photos: ટીવીની આ અભિનેત્રીએ શેર કરી સુંદર અને હૉટ તસવીરો, ફૉટો પરથી નહીં હટે નજર
January 7, 2019 | 1:04 pm IST
ટીવીની જાણીતી અભિનેત્રી રૂમા શર્માએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રૂમા ઘણી જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેની આ તસવીરોને ઘણી જ પસંદ કરી રહ્યા છે. રૂમાએ ક્રિસમસ પર પણ સાંતાનાં અવતારમાં સુંદર તસવીરો શેર કરી હતી.
6 ઑક્ટોબર 1995નાં રોજ જન્મેલી રૂમા પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. રૂમાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં પૂર્ણ કર્યું હતુ. તે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાથી પાસ આઉટ થઈ છે.
રૂમા 2016માં ‘હર મુશ્કિલ કા હલ અકબર-બિરબલ’, ‘કુંવારા હૈ પર હમારા હૈ’ અને શક્તિપીઠ કે ભૈરવ’માં જોવા મળી છે. આ ઉપરાંત રૂમા વેબ સીરીઝ ‘વો વાલી પિક્ચર’માં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે તેણે કન્નડ ફિલ્મ ‘અનુષ્કા’થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું છે.