TV Actress Sama Sikander Populer on Social Media
  • Home
  • Featured
  • આમિર ખાનની આ હિરોઈન સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, જુઓ હોટ અને ગ્લેમરસ તસવીરો

આમિર ખાનની આ હિરોઈન સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, જુઓ હોટ અને ગ્લેમરસ તસવીરો

 | 10:14 pm IST

ટેલિવિઝન એક્ટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર તેની હોટ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરવા માટે ઘણી જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનાર સેલિબ્રિટીઝમાંથી એક છે. તે સતત તેની તસવીરો અને વીડિયોઝ તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરે છે. જે ફેન્સ ખૂબ લાઇક કરે છે.

આપને જણાવી દઈએ કે શમા સિંકદરે ‘યે મેરી લાઇફ હૈ’ ટીવી સિરિયલમાં લીડ રોલ કર્યો હતો. ત્યાર બાદ તે ઘણી જાણીતી થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાનમાં જન્મેલી એક્ટ્રેસ શમા 10 વર્ષની ઉંમરમાં જ મુંબઈ આવી હતી. તેને બોલિવૂડમાં કરિયરની શરૂઆત ફિલ્મ ‘પ્રેમ અગન’ માં એક નાના રોલથી કરી હતી. ત્યાર બાદ તેને આમિર ખાનની ફિલ્મ ‘મન’માં પણ નાનકળી ભૂમિકા ભજવી હતી. શમાની આવનારી ફિલ્મ ‘બાયપાસ રોડ’ છે જે 1 નવેમ્બર 2019ના રોજ રીલીઝ થશે. શમા સોશિયલ મીડિયા ઘણી એક્ટિવ છે. હાલ ઈન્ટાગ્રામ પર તેના લગભગ 14 લાખથી પણ વધુ ફોલોવર્સ છે.

આ વીડિયો પણ જુઓ: એલર્ટ પગલે રાજકોટના તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર ચેકિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન