Tv actress Shikha Singh was demanded by the policeman for bikini photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્યારે આ અભિનેત્રી પાસે પોલીસકર્મીએ માંગી બિકિની તસવીર, એક્ટ્રેસે આવી રીતે ફોડ્યો ભાંડો

જ્યારે આ અભિનેત્રી પાસે પોલીસકર્મીએ માંગી બિકિની તસવીર, એક્ટ્રેસે આવી રીતે ફોડ્યો ભાંડો

 | 11:00 am IST
  • Share

આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર પોતાની તસવીરો અપલોડ કરવા પુરતુ સિમિત નથી રહ્યું. અહિંયા લોકો પોતાના દીલની વાતો પણ કહે છે. કેટલાક લોકો ખરાબ અનુભવોને પણ વગોળે છે તો કેટલાક પોતાની સાથે થયેલા ગંદા કામને લોકો સમક્ષ લાવવા માટે સોશિયલ મીડિયાની મદદ લેતા રહે છે. આવું જ કંઇ એક ટીવી અભિનેત્રીએ પણ કર્યું હતું, જ્યારે તેની સાથે એક પોલીસકર્મીએ એવું કંઇ માંગી લીધુ હતું કે તેને શરમ આવી ગઇ હતી.

પોલીસકર્મીએ બિકિનીની કરી હતી ડિમાન્ડ

નાના પડદાના લોકપ્રિય શો ‘કુમકુમ ભાગ્ય’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શિખા સિંહ પાસે એક પોલીસકર્મીએ એવી ડિમાન્ડ રાખી દીધી હતી કે, તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો. શિખાએ વર્ષ 2018માં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર અપલોડ કરી હતી. જેના માટે તેના ખુબ વખાણ થઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન શિખાનું ધ્યાન વધુ એક કોમેન્ટ પર ગયુ, જે જગદીશ ગુંજેએ કરી હતી. તેણે લખ્યું,’સુંદર તસવીર, પરંતુ પ્લીઝ નવા વર્ષની ભેટ સ્વરૂપે કેટલીક બિકિની અને મિનીવાળી તસવીરો શેક કરો.’ બસ પછી શું હતું. આ પછી શિખા ભડકી ગઇ અને તેનો ગુસ્સા સાતમા આસમાને પહોંચી ગયો. જ્યારે તેને એક દોસ્તે જણાવ્યું કે તે એક પોલીસકર્મી છે.

શિખા સિંહે ભાંડો ફોડી નાંખ્યો

હવે તે પોલીસ ઓફિસરની કરતૂત સૌ કોઇને દેખાડવા માટે જગદીશની કોમેન્ટ અને પ્રોફાઇલનો સ્ક્રિનશોટ લઇ સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો. આ સાથે જ કેપ્શનમાં લખ્યું,’લોકો તમારી પાસે પહોંચી નથી શક્તા એનો મતલબ એ નથી કે તે ગાળો નથી આપતા, બળજબરીથી અપમાનિત અને દીલ દુખાવતા શબ્દો, તમે બચીને નથી ભાગી શક્તા જગદીશ ગુંજેજી, શરમ આવી જોઇએ.’

કુમકુમ ભાગ્યમાં શિખા સિંહ શબ્બીર અહલૂવાલિયાની બહેન આલિયાની ભૂમિકામાં હતી. જે તાજેતરમાં જ માતા બની છે. માતા બન્યા બાદ તે સોશિયલ મીડિયામાં ખુબ જ વધારે એક્ટિવ છે અને પોસ્ટ કરતી રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો