shrenu parikh slapped rahul mahajan on nach baliye grand premiere
  • Home
  • Entertainment
  • Bollywood
  • ખોટું ખોટુંં થપ્પડ મારવાની હતી ત્યાં અભિનેત્રીએ જોરથી લાફો ઝીંકી દીધો, હિરો સાથે થયો દાવ!

ખોટું ખોટુંં થપ્પડ મારવાની હતી ત્યાં અભિનેત્રીએ જોરથી લાફો ઝીંકી દીધો, હિરો સાથે થયો દાવ!

 | 6:26 pm IST

ડાન્સ રિયાલીટી શો નચ બલિયે 9 જલ્દી જ શરૂ થશે. આ વખતે મોટા મોટા સ્ટાર આ શોમાં હાજર રહેવાનાં છે. ગેસ્ટ કપલ તરીકે દિગ્ગજ અભિનેતાઓને બોલાવવામાં આવ્યા છે. પરંતુ એ વચ્ચે હિરોઈન શ્રેણુ પારીખ અને બિગ બોસમાં જોવા મળેલો રાહુલ મહાજન એક વાતને લઈ ચર્ચામાં છે.

પ્રિમિયમ એપીસોડમાં શ્રેણુ પારિખ અને રાહુલ મહાજન ડાન્સ કરવાનાં છે. ખબર મળી છે કે આ ડાન્સની પ્રેક્ટિસ દરમિયાન અભિનેત્રીએ રાહુલને એક થપ્પડ મારી દીધી છે. આ થપ્પડ જાણી જોઈને મારવામાં આવી છે. હતું એવું કે રાહુલ અને શ્રણુ સેકન્ડ હેન્ડ જવાની ગીત પર ડાન્સ કરવાનાં છે એની પ્રેક્ટિસ ચાલતી હતી. એમા એક જગ્યાએ શ્રેણુએ રાહુલને થપ્પડ મારવાની હતી.

અભિનેત્રી એવું કહે છે કે પહેલા તો હું થપ્પડ મારતા ડરતી હતી અને હિચકિચાતી હતી. પરંતુ રાહુલે કહ્યું કે વાંધો નહીં તું મારી લે થપ્પડ. પછી હિમત્ત કરીને શ્રેણુંએ થપ્પડ મારી. પરંતુ છેલ્લી વખત જ્યારે પ્રેક્ટિસ ચાલતી હતી ત્યારે હિરોઈને જોરથી લાફો મારી દીધો હતો અને અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં વાતનો ખુલાસો કરતા કહ્યું કે, સાચુ કહું તો છેલ્લા શોટમાં તો મે રાહુલ મહાજનને જોરથી થપ્પડ મારી દીધી હતી. પરંતુ તે સ્પોર્ટી છે એટલો વાંધો ન આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન