Tv Actress Suchitra Trivedi Going to Marry at age of 41
  • Home
  • Entertainment
  • Bollywood
  • 41 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે આ જાણીતી અભિનેત્રી

41 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે આ જાણીતી અભિનેત્રી

 | 5:22 pm IST

ટીવી શૉ ‘બા, બહૂ ઔર બેબી’ ફેમ સુચિતા ત્રિવેદી લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ તેણે લગ્ન પહેલાની મહેંદી સેરેમની તસવીરો શેર કરી છે. 41 વર્ષની સુચિતા નિગમ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

સુચિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુચિતાની મહેંદી સેરેમનીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સુચિતા ત્રિવેદીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સુચિતાએ 1983માં ફિલ્મ ‘વો સાત દિન’થી ડેબ્યૂ કર્યું હતુ. ત્યારબાદ તેણે નાના પડદા તરફ ઝંપલાવ્યુ હતુ. સુચિતાને ઓળખ નાના પડદાથી મળી હતી. તેમણે ઘણા જાણીતા શૉ ‘કહાની ઘર-ઘર કી’ અને ‘ખિચડી’માં કામ કર્યું છે. ટીવી શૉ ‘બા, બહૂ ઔર બેબી’માં તેમણે મીનાક્ષી ઠક્કરનું પાત્ર ભજવ્યું છે.

સુચિતાની જિંદગીનાં આ ખાસ દિવસ પર ઘણા ટીવી કલાકારો પણ જોવા મળ્યા હતા.

View this post on Instagram

Mehendi ki raat aayi♥️ #chiingum

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં પિંક કલરનાં લહેંગામાં સુચિતા ઘણી જ સુંદર લાગી રહી છે. સુચિતા અત્યારે કલર્સનાં શૉ ‘ઇશ્ક મે મરજાવા’માં નજર આવી રહી છે.