tv actresses who made it big without any godfather in industry
  • Home
  • Featured
  • કોઈ જ ગોડફાધર વગર આ અભિનેત્રીએ બનાવી ઘરે-ઘરે ઓળખ, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

કોઈ જ ગોડફાધર વગર આ અભિનેત્રીએ બનાવી ઘરે-ઘરે ઓળખ, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 11:16 pm IST

ટીવી દુનિયામાં સ્ટાર બનવું એટલે દેશમાં ઘરે ઘરમાં એક ઓળખ બનાવવી એવો થાય છે. ઘણી રીતે ટીવીની અભિનેત્રીઓ ફિલ્મો કરતા પ્રખ્યાત હોય છે. સલમાન ખાને એમ પણ કહ્યું છે કે, મને ટીવી પર જોઈને લોકો વધારે ઓળખતા થયા છે. ટીવી સીરિયલોની પોતાની અલગ એક દુનિયા છે. દરેક ઘરમાં તેમની કહાની અને સ્ટાર્સની ચર્ચા કરવામા આવે છે.

એકતા કપૂરને ટીવીની રાણી કહેવામાં આવે છે. તેમની સીરિયલોમાં કામ કરવાનો અર્થ એ છે કે એન્ટ્રીની સાથે જ લોકપ્રિયતાની ટોચ પર પહોંચવું. પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં આવી કેટલીક અભિનેત્રીઓ છે જેમને પોતાની ઓળખ બનાવવા માટે ગોડફાધરની જરૂર નથી પડી. પ્રખ્યાત પ્રોડક્શન હાઉસમાં કામ કરતા કલાકારો પણ ખૂબ જ સખત મહેનત કરે છે.

આવી જ એક અભિનેત્રી છે તેજસ્વી. તેજસ્વીએ 2012માં ટીવી સીરિયલ ‘2612’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી 2013માં, તેમણે ‘સંસ્કાર-ધરોહર અપનો કાં’ અને 2015 માં ‘સ્વરાગિની’માં કામ કર્યું અને ઘણી ચર્ચામાં આવી. ‘પહરેદાર પિયા કી’, ‘રિશ્તા લિખેંગે હમ નયા’ અને ‘કર્ણ સંગિની’ પછી ‘ખતરોં કે ખિલાડી 10’ માં પણ જોવા મળી હતી. હાલમાં તેજસ્વીના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન