tv deepika chikhaliA speaks on the ban of Chinese apps
  • Home
  • Featured
  • PHOTOS: મોદી સરકારની ડિજીટલ સ્ટ્રાઈક પર રામાયણની સીતાનું નિવેદન, કહ્યું-પાડોશીને પ્રેમ કરો….

PHOTOS: મોદી સરકારની ડિજીટલ સ્ટ્રાઈક પર રામાયણની સીતાનું નિવેદન, કહ્યું-પાડોશીને પ્રેમ કરો….

 | 3:34 pm IST

ભારતે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એમાં ટિકટોક App અને યુસી બ્રાઉઝર જેવી એપ્લિકેશન શામેલ છે. સરકારે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69 એ હેઠળ આ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલીયાએ પણ આ વિશે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. દીપિકા ચીખલીયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. જેમાં સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

રામાયણની સીતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે- ‘તમારે જે કરવાનું છે તે કરો … એક દ્રઢ વલણ અપનાવો અને દેશના સ્થાનિક ઉદ્યોગપતિઓ અને તેના ધંધાના સમર્થન કરવાને સમર્થન કરો. સાથે જ આપણા રોજિંદા જીવનમાંથી આવા પડોશીઓની ઉપસ્થિતિને ભૂંસી નાખવાની યાત્રા શરૂ કરો. દીપિકા ચીખલીયાએ તેની એક તસવીર શેર કરી અને તે તસવીર પર લખ્યું કે- પડોશીઓને પ્રેમ કરો … પરંતુ જ્યાં સુધી તેઓ એલએસી અને એલઓસી પાસ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન