ટીવી શો 'ઇશ્કબાજ'ના સુપરવાઇઝિંગ પ્રોડ્યુસરે કરી આત્મહત્યા - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટીવી શો ‘ઇશ્કબાજ’ના સુપરવાઇઝિંગ પ્રોડ્યુસરે કરી આત્મહત્યા

ટીવી શો ‘ઇશ્કબાજ’ના સુપરવાઇઝિંગ પ્રોડ્યુસરે કરી આત્મહત્યા

 | 12:43 pm IST

ટીવી શો ઇશ્કબાજના પ્રશંસકો માટે ખુબ જ માઠા સમાચાર છે. સ્ટાર પ્લસનાં આ શોમાં પ્રોડક્શનનું કામ સંભાળી રહેલ અને નેતૃત્વ કરી રહેલ સંજય બૈરાગીએ આત્મહત્યા કરી લીધી છે. સુપરવાઇઝીંગ પ્રોડ્યૂસર સંજય બૈરાગીએ 16માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

ખબરો અનુસાર, આર્થિક તંગીનાં કારણે તેમણે આત્મહત્યા કરી છે. પોલીસ અનુસાર આ ઘટના 2 માર્ચ એટલ કે હોળીનાં દિવસની છે. શુક્રવારની રાત્રે જનકલ્યાણ નગરનાં સિલિકોન વૈલીની બિલ્ડીંગથી છલાંગ લગાવીને તેમણે આત્મહત્યા કરી લીધી છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, સંજયનું મોત કાર્ડિક એરેસ્ટનાં કારણે થયુ અને તેમણે પોતાનું સંતુલન ગુમાવી દીધુ અને તેઓ પડી ગયા. પરંતુ શરૂઆતી તપાસથી ખુલાસો થયો કે તેમણે આત્મહ્ત્યા કરી લીધી છે.

પોલીસને આત્મહત્યાનાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સુપરવાઇઝીંગ પ્રોડ્યૂસર સંજય બૈરાગી આર્થિક તંગીથી પસાર થઇ રહ્યા હતાં. ખબર છે કે, જે દિવસથી તેઓ મુશ્કેલીમાં હતાં. સંજય પોતાના મિત્રો અને પરિવારજનો સાથે હોળી રમવા ગયા હતાં. તેમણે સોશિયલ મીડિયામાં આ વિશે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. અને બાદમા અચાનક જ તેમણે આ નિર્ણય લઇ લીધો. સંજય બૈરાગી ટીવી શો ઇશ્કબાજનું તમામ પ્રોડકશનનું કામ સંભાળતા હતાં.