ટીવીનો ફેમસ શો બંધ થતા પહેલા સ્ટાર્સે કર્યો kissing સીન - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ટીવીનો ફેમસ શો બંધ થતા પહેલા સ્ટાર્સે કર્યો kissing સીન

ટીવીનો ફેમસ શો બંધ થતા પહેલા સ્ટાર્સે કર્યો kissing સીન

 | 7:14 pm IST

ટીવી સીરિયલ પૃથ્વી વલ્લફ હવે ઓફ એર થતા પહેલા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેનું કારણ શોની લીડ જોડી વચ્ચે ફિલ્માવવામાં આવેલુ સ્ટીમી લીપલોક સીન છે. શો દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોમોમાં પૃથ્વી અને મૃણાલની વચ્ચે એક કિસિંગ સીન બતાવવામાં આવ્યો છે.

પ્રોમોમાં રાજ તૈલાપ, મૃણાલને પૃથ્વીને મારવાનો આદેશ આપે છે. જેમ જે પૃથ્વીને મારવા જાય છે, તો પૃથ્વી તેને પોતાની તરફ ખેંચીને કિસ કરે છે. જેના બાદ ગુસ્સે થયેલી મૃણાલ તેના પેટમાં તલવારથી વાર કરે છે.

Precap video #PrithviVallabh for next weekend at 9pm @sonytvofficial

A post shared by Prithvi Vallabh SonyTV (@officialprithvivallabh) on

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને સ્ટાર્સને શરૂઆતથી જ આ સીન વિશે ખબર હતી. મેકર્સે તેમને કિસિંગ સિકવન્સ વિશે અગાઉ જણાવી દીધું હતું. જોકે, સ્ટોરી અહી પૂરી નથી થઈ જતી. શોમાં હજી બીજા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવનારા છે.

જોકે, હાલ તો સોનારિકા ભદૌરિયા અને આશિષ શર્માનો આ કિસીંગ સીન ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. પ્રોમોમાં બંનેની વચ્ચે કેમેસ્ટ્રી બનતી સ્પષ્ટ દેખાઈ રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ શો 60 એપિસોડ સુધી ઓનએર થવાનો હતો. પંરતુ હવે સીરિયલની સ્ટોરીમાં કાપકૂપ કરવામાં આવી રહી છે. ચેનલ જલ્દીમાં જલ્દી તેને ઓફ એર કરવાના મૂડમાં છે. રાઈટર્સને પણ સ્ટોરી પૂરી કરવા કહી દેવાયું છે. આ સીઝનમાં 60ને બદલે માત્ર 40 એપિસોડ જ બતાવવામાં આવશે.