TV TRP: The Kapil Sharma Show had Major Setback, Out of Top 5
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિવાદોમાં રહેતા કપિલ શર્માને થયું આ મોટું નુકસાન, તમે વિચારી પણ નહીં શકો

વિવાદોમાં રહેતા કપિલ શર્માને થયું આ મોટું નુકસાન, તમે વિચારી પણ નહીં શકો

 | 12:43 pm IST

કોમેડી કિંગ કપિલ શર્મા દુનિયાભરને હસાવે છે. પરંતુ ક્યારે તેઓ પોતાના લીધે તો ક્યારે નવજોત સિંહ સિદ્ધૂના કારણે વિવાદોમાં પણ રહે છે. પરંતુ હવે જે થયું છે તેનાથી કપિલને મોટો ઝાટકો લાગવાનો છે. કારણ કે તાજેતરની ટીઆરપી રેટિંગ્સમાં કપિલનો શો ટોપ 5માંથી પણ બહાર ગયો છે.

બ્રોડકાસ્ટ રિસર્ચ ઓડિયંસ કાઉન્સિલ(બીએઆરસી)એ વર્ષ 2019ના 10માં સપ્તાહની રેટિન્સ જાહેર કરી છે. કપિલનો શો ‘ધ કપિલ શર્મા શો’ 2.0ની રેટિંગ સાથે ટોપ 5થી બહાર થઈ છઠ્ઠા નંબરે પહોંચ્યો છે. જ્યારે 8માં સપ્તાહે કપિલનો શો બીજા ક્રમે હતો અને 9માં સપ્તાહે 2 ઢગલા ગગડીને ચોથા નંબરે આવ્યો હતો. પરંતુ આ વખતે તો શો ટોપ 5માં પણ નથી.

શોમાં નવજોત સિંહ સિદ્ધૂના આઉટ થતા અને અર્ચના પૂરણ સિંહના ઇન થવાની અનિશ્ચતતાઓ વચ્ચે શોમાં મોટા સ્ટાર્સનું ન આવવું પણ શોની લોકપ્રિયતા ઓછી થવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ ટોપ 5ની વાત કરીએ તો 10માં સપ્તાહે રોહિત શેટ્ટીનો એડવેન્ચર્સ શો ‘ખતરો કે ખિલાડી’ સીઝન 9 આ વખતે પણ 3.3ની રેટિંગ સાથે નંબર વન પોઝીશન પર યથાવત છે. તમને બતાવી દઈએ કે જ્યારેથી આ શો ઓનએર થયો છે ત્યારેથી મોટા ભાગે ટીઆરપી રેટીંગમાં આ શો નંબર વનની પોઝીશન પર રહ્યો છે. જોકે હવે આ શો સમાપ્ત થઈ ગયો છે અને શોનો વિજેતા પુનીત પાઠક બન્યો છે.

જ્યારે બીજા નંબર પર સુરભી જ્યોતિ, પીરલ વી પુરી અને અનીતા હસનંદાની સ્ટારર ‘નાગિન 3’ આ વખતે 2.6ની રેટિંગ્સ સાથે બીજા નંબર પર રહ્યો છે. જે પહેલા ત્રીજા ક્રમે હતો. ઉપરાંત ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્યા સ્ટારર ‘કુંડલી ભાગ્ય’ આ વખતે 2.2ની રેટિંગ્સ સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે. ચોથા નંબરની વાત કરીએ તો આ વખતે મોહિત મલિક અને આકૃતિ શર્માનો શો ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ 6ઠ્ઠા સ્થાનેથી છલાંગ મારીને 2.1 રેટિંગ્સ સાથે ચોથા નંબરે રહ્યો છે. ઉપરાંત બાળકોનો ડાન્સ શો ‘સુપર ડાંસર 3’ પણ 2.0ની રેટિંગ્સ સાથે 5માં ક્રમે રહ્યો છે. આ શોમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી જજની ભૂમિકા ભજવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન