TVSની નવી બાઈક થઇ લોન્ચ, આ શોખ ધરાવતા લોકો માટે છે ખાસ... - Sandesh
  • Home
  • Technology
  • TVSની નવી બાઈક થઇ લોન્ચ, આ શોખ ધરાવતા લોકો માટે છે ખાસ…

TVSની નવી બાઈક થઇ લોન્ચ, આ શોખ ધરાવતા લોકો માટે છે ખાસ…

 | 4:25 pm IST

TVS મોટર કંપનીએ ન્યૂ જનરેશન TVS Apache RTR 200 4Vને લોન્ચ કરી દીધી છે. આ બાઈકને Race Edition 2.0 નામ આપવામાં આવ્યું છે. નવી Apache RTR 200 4Vમાં ‘એન્ટી રીવર્સ ટોક (A-RT) સ્લિપર કલ્ચ’ ટેકનોલોજી આપવામાં આવી છે. Race Edition 2.0માં રેસિંગ લુક સાથે ગ્રાફિક્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Apache RTR 200 4V Race Edition 2.0 તેના સેગમેન્ટમાં પ્રથમ બાઈક છે જેમાં એડવાન્સ ‘A-RT સ્લિપર કલ્ચ’ આપવામાં આવ્યું છે. આ રેસિંગ માટે ખાસ કરીને બનવવામાં આવેલી ટેકનોલોજી છે. આ ટેકનોલોજી કલ્ચને ઓપરેટ કરતા સમયે વપરાતા ફોર્સને 22% સુધી ઓછુ કરી આપે છે. આ કારણે કલ્ચ હેન્ડલિંગ સરળ અને ઝડપી થઇ જાય છે.

પરંતુ મીકેનીકલ રીતે આ બાઈકમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. તેમાં જૂના મોડેલ જેવું 197.5 cc સિંગલ સિલીન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. જે 20.21bhp કાર્બ્યુરેટર વેરિએન્ટમાં અને 20.71bhp EFI વેરિએન્ટમાં જનરેટ કરે છે. પરંતુ બંનેમાં પીક ટોર્ક 18.1Nmનો રાખવામાં આવે છે.

સ્લિપર કલ્ચ ટેકનોલોજી વાળા કાર્બ્યુરેટર વેરિએન્ટની કિંમત 95,185 રૂપિયા અને EFI એન્જીન સાથે સ્લિપર કલ્ચ ટેકનોલોજી વાળા વેરિએન્ટની કિંમત 1,07,885 રૂપિયા જયારે સ્લિપર કલ્ચ સાથે કાર્બ્યુરેટર અને ABS વાળા વેરિએન્ટની કિંમત 1,08,985 રૂપિયા રાખવામાં આવી છે.