TVSએ BS-IV એન્જિન સાથે લોન્ચ કર્યુ Jupiter, જુઓ અન્ય ફિચર્સ અને કિંમત

576

ભારતની ત્રીજી સૌથી મોટી વાહન નિર્માતા કંપની TVS મોટર્સે BS-IV કેમ્પલાએન્ટ સાથે નવી Jupiter લોન્ચ કરી છે. આ ઓટોમેટિક સ્કૂટરના બેસ વેરિએન્ટની કિંમત 49,666 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ડિસ્ક બ્રેકવાળો ટોપ વેરિએન્ટ 53,666 રૂપિયામાં મળશે. આને બે નવા રંગમાં (જેડ ગ્રીન અને મિસ્ટિક ગોલ્ડ) ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

default

આ સ્કૂટરમાં 109.7 સી.સીનો સિંગલ સીલેન્ડર એન્જિન લાગેલૂ છે, જે 8 બીએચપી પાવર અને 8 એન.એમનો ટાર્ક પેદા કરે છે. આ એન્જિનને ઓટોમેટિક ગેયર બોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત આમાં નવી AHO(ઓટોમેટિક હેડલેમ્પ ઓન) ફિચર સાથે ઈકો મોડ અને પાવર મોડ આપવામાં આવ્યું છે, જે મુસાફરી દરમિયાન શાનદાર માઈલેજ આપવા માટે મદદ કરે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે, આ સ્કૂટરને ટૂંક સમયમાં જ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.