Tweets From P Chidambram's Twitter, Taunts On Indian Economy
  • Home
  • Featured
  • ચિદમ્બરમનાં તિહાડ જેલથી ધડાધડ ટ્વિટ, લખ્યું – આ એક વાતની થઈ રહી છે ચિંતા

ચિદમ્બરમનાં તિહાડ જેલથી ધડાધડ ટ્વિટ, લખ્યું – આ એક વાતની થઈ રહી છે ચિંતા

 | 7:20 pm IST

આઈએનએક્સ મીડિયા કેસ મામલે તિહાડ જેલ મોકલાયેલા પૂર્વ નાણાં મંત્રી અને કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું દેશને નિરાશાનાં આ સમયમાં બહાર નીકાળવાની સરકાર પાસે કોઈ યોજના છે? તિહાડ જેલમાં બંધ ચિદમ્બર તરફથી તેમના પરિવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘સહયોગ માટે તમારા બધાનો આભાર. હું કહેવા ઇચ્છુ છું કે ન્યાય અને અન્યાયની વચ્ચે ભેદ કરવાની ગરીબ લોકોની ક્ષમતાથી ચોંકી ગયો છું. મને છેલ્લા કેટલાક દિવસોમાં તેમની સાથે વાત કરવાની તક મળી.’

ચિદમ્બરમે કહ્યું કે, ‘મને અર્થવ્યવસ્થાની ઘણી ચિંતા થાય છે. ગરીબ લોકો સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે. ઓછી આવક, ઓછી નોકરીઓ, ઓછો વેપાર અને ઓછા રોકાણથી ગરીબ અને મધ્યમ વર્ગ પ્રભાવિત છે.’ તેમણે પ્રશ્ન કર્યો કે, ‘આ મુશ્કેલી અને નિરાશાથી દેશને બહાર નીકાળવાની સરકાર પાસે શું યોજના છે?’ ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરી છે. અત્યારે તેઓ ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં બંધ છે.

આ ઉપરાંત ચિદમ્બરમે એ પણ આરોપ લગાવ્યો કે, આઈએનએક્સ મીડિયા કેસ રાજકીય બદલો લેવાની ભાવનાથી પ્રેરિત છે અને તપાસ એજન્સી કેન્દ્રનાં ઇશારે કામ કરી રહી છે. ચિદમ્બરમે દિલ્લી હાઈકૉર્ટ સામે આમે દાખલ કરેલા પોતાના આવેદનમાં કહ્યું હતુ કે, ‘આ મામલે તાત્કાલિક અપરાધિક કાર્યવાહી એક દુર્ભાગ્યપૂર્ણ મુદ્દો છે, જે રાજકીય બદલો લેવાની ભાવનાથી પ્રેરિત છે. તપાસ એજન્સી કેન્દ્રનાં ઇશારા પર કામ કરે છે.’

આ વિડીયો પણ જુઓ: સુરતના માંડવીનો ગોળધા ચેકડેમ ઓવરફ્લો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન