બાર વર્ષે ખીલતા નીલકુંરિંજી માટે અભયારણ્યના આટાપાટા - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બાર વર્ષે ખીલતા નીલકુંરિંજી માટે અભયારણ્યના આટાપાટા

બાર વર્ષે ખીલતા નીલકુંરિંજી માટે અભયારણ્યના આટાપાટા

 | 3:21 am IST

જ્યારે કુદરતી સૌંદર્યની વાત આવે ત્યારે આપણે પર્વતો, નદીઓ, ફૂલોની વાત કરતા હોઇએ છીએ. આ વસ્તુઓ કુદરત તરફથી મળેલી એવી ભેટ છે, જે આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે તેને જોઇ અને કુદરતી વસ્તુઓનો માણવાનો પણ એક લ્હાવો છે. ફૂલો અને બાગ-બગીચા દરેકને જોવા ગમે છે, ફૂલો જોવાથી વ્યક્તિને અણગમો પણ દૂર થાય છે. મોટાભાગે કોઇપણ ફૂલ હોય તે સવારે ખીલે છે, સાંજ થતા કરમાઇ જાય છે. અમુક ફૂલ એવા હોય છે, જેને ખીલતા બે થી ત્રણ દિવસ થાય અને જ્યારે તે ફૂલ સંપૂર્ણ ખીલી જાય ત્યાર બાદ તે કરમાઇ જાય છે. પરંતુ એક ફૂલ એવું પણ છે જે બાર વર્ષમાં એક વખત જ ખીલે છે. જી, હા બાર વર્ષમાં એક વખત ખીલતું ફૂલ છે નીલકંુરિંજી.

આમ તો કેરળ ખૂબસૂરત ટૂરિસ્ટ પ્લેસ છે, પરંતુ પ્રકૃતિ મુન્નાર પર્વત પર વધારે જ મહેરબાન છે. નીલા પહાડના નામે ઓળખાતા આ પર્વત વિશે બહુ ઓછા લોકો જાણે છે, આ પર્વતો ત્રણ શ્રૃંખલાઓ( મુથિરાપુડા, નલ્લથન્ની અને કુંડલ)ના સંગમ પર સ્થિત મુન્નાર સમુદ્રથી ૧૬૦૦ મીટરની ઊંચાઇ પર સ્થિત છે. તેની પર થતા ફૂલો આકર્ષક દેખાય છે, વાદળી રંગના આ પહાડોને નીલગીરી નામ આપવામાં આવ્યું છે. છેલ્લી વખત ૨૦૦૬માં મુન્નાર પર્વતો પર નીલકુંરિંજી ફૂલ ખીલેલું જોવા મળ્યું હતું. આ પહાડ પર થતા ફૂલો ભારતની એક અજાયબી છે, આ ફૂલો બાર વર્ષે ખીલે છે, હવે આવતા વર્ષે ૨૦૧૮માં એપ્રિલ-મે મહિનામાં આ ફૂલ ખીલવા જઇ રહ્યાં છે.

ભારતના કેરળ રાજ્યમાં મુન્નાર પર્વત પર જોવા મળતા અનોખા છોડનો અદ્ભુત નજારો જોવા આવવા માટે વિશ્વભરના પ્રવાસીઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે અહીં જમીનની માલિકીના નામે હૂંસાતૂંસી શરૂ થઇ ગઇ છે. ભારત સરકારે આ પર્વતને રાષ્ટ્રીય અભયારણ્ય જાહેર કરવાનું નક્કી કયુંર્ છે. આ પર્વત પર નીલકુંરિંજી માટે ૩,૨૦૦ હેક્ટરના ક્ષેત્રફળને સંરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. હકીકતમાં સરકારે એલાન એટલા માટે કર્યું છે કે આ ફૂલોની બિછાતથી સમગ્ર વિસ્તારમાં મઘમઘી ઉઠતી સુંદરતા જોવા માટે ગઈ વખતે દસ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. સરકારે આ નિર્ણયને પર્યાવરણ પ્રેમીઓ માટે સ્વાગત કર્યુંર્ હતું. પરંતુ સ્થાનિક નેતાઓ અને ભૂ-માફિયાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આખરે સરકારે એમની જમીન સંરક્ષિત વિસ્તારમાંથી મુક્ત જાહેર કરી. જેના કારણે ઘણા ર્સ્વિગય નજારો જોવા આવનાર લોકોને ફાયદો પણ થયો. જે લોકોએ ૫૮ એકર જમીન હોવાનો દાવો કર્યો હતો. તેનાથી અનેક રાજનેતાઓને પણ તેનાથી ફાયદો થયો હતો. પરંતુ આ વર્ષે નવેમ્બરથી શરૂઆતમાં જમીન પર એક સાસંદના દાવાને નકારી દેવામાં આવ્યો હતો, કારણ કે તેમના દાવાને સમર્થન આપતા પાકા કાયદેસરના દસ્તાવેજ નહોતા. આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર એટલો ફાલ્યો છે કે નકલી દસ્તાવેજ બનાવવા રમત વાત બની ગઈ છે. અપરાધીઓ, રાજનેતાઓ- નોકરશાહો બધા જ આ નકલી દસ્તાવેજના ષડયંત્રમાં એકબીજા સામે મળેલા હોય છે, તેથી કોઈપણ જમીન હકીકતમાં કોની છે, તેની નક્કર ખાતરી કરી શકાતી નથી.

સરકાર છેલ્લાં દસ વર્ષથી ચૂપ હતી, તેથી લોકો આ અભિયાનને ભૂલી ગયા હોય તેમ લાગતંુ હતું. હવે પરંતુ આ વર્ષે આ બાબતને ફરી ખોલવામાં આવી છે, કારણ કે ૨૦૧૮માં નીલકંુરિંજીના ફૂલ ખીલવાના છે, દેશ-વિદેશના લાખ્ખો સહેલાણીઓ આવવાના છે. તેના માટે પહેલાંથી જ તૈયારી કરવામાં આવી રહી છે. સરકાર મુન્નારમાં પ્રવાસીઓ માટે અભયારણ્ય બનાવવા માગે છે.

[email protected]