twinkle khanna anupam kher on Mumbai cyclone nisarga
  • Home
  • Videos
  • Featured Videos
  • ટ્વિંકલે શેર કર્યો તુફાન પહેલાનો સમુદ્રનો નઝારો, અનુપમે કહ્યુ મગજનું દહીં થઈ ગયુ, Video

ટ્વિંકલે શેર કર્યો તુફાન પહેલાનો સમુદ્રનો નઝારો, અનુપમે કહ્યુ મગજનું દહીં થઈ ગયુ, Video

 | 1:31 pm IST

ચક્રવાતી તોફાન નિસર્ગ ટુંક સમયમાં મુંબઈના સમુદ્ર પર ત્રાટકશે. આને લઇને ચારેતરફ ચિંતાનો માહોલ છે. બોલિવૂડની સેલિબ્રિટિઝ એક પછી એક ચેતાવણીઓ આપીને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી રહ્યા છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે.

બોલિવૂડ એકટ્રેસ ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પર સમુદ્ર કિનારાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સમુદ્ર તરફ વધી રહેલા તોફાન અને ઉછળતા મોજાઓ છે કેપ્શનમાં ટ્વિંકલે લખ્યુ કે એક કપ ચા અને ફુવારો તોફાનના આવવાની રાહ. આશા છે કે આ તોફાન આપણુ કઈ નહી બગાડી શકે. સૌ ઘરે રહો સુરક્ષીત રહો.

અનુપમ ખેરે પોતાના ટ્વીટમાં લખ્યુ કે સાઇક્લોન નિસર્ગને લઈને વોટ્સએપ મેસેજની ભરમાર છે. તમારા ઘરના બારી બારણા બંધ કરી દો. આમ પણ મગજનું દહી થયુ છે. આ વર્ષ 2020 શુ શુ બતાવશે કહેવાય નહી. ખરા અર્થમાં આ આપણી કસોટી છે. તો સાંભળો દોસ્તો વખ્ત આને પે તુઝે બતા દેંગે એ આસમાં, હમ અભી સે ક્યા બતાયે ક્યા હમારે દીલમે હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન