ટ્વિંકલ ખન્ના 3 ખાન વિશે એવું બોલી કે આખું ગામ જોતું રહ્યું, અક્ષય-કરણની આંખો પણ પહોળી રહી ગઈ! - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટ્વિંકલ ખન્ના 3 ખાન વિશે એવું બોલી કે આખું ગામ જોતું રહ્યું, અક્ષય-કરણની આંખો પણ પહોળી રહી ગઈ!

ટ્વિંકલ ખન્ના 3 ખાન વિશે એવું બોલી કે આખું ગામ જોતું રહ્યું, અક્ષય-કરણની આંખો પણ પહોળી રહી ગઈ!

 | 10:27 am IST

આ કોરોનાના દિવસોમાં બોલિવૂડ સેલેબ્સ તેમની જૂની યાદોને યાદ કરી રહ્યા છે. બોલિવૂડ ડાયરેક્ટર અને નિર્માતા કરણ જોહર તેની ખાસ સ્ટાઇલ માટે જાણીતો છે. કોફી વિથ કરણ આ દિવસોમાં ગુમ છે. હાલમાં જ ટ્વિંકલ ખન્નાએ આવો જ થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેને કારણે તે ચર્ચામાં આવી છે. આ વીડિયો જોયા પછી તમે પણ ખડખડાટ હસી પડશો.

બોલિવૂડ અભિનેત્રી અને લેખક ટ્વિંકલ ખન્નાએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ત્યારનો છે કે જ્યારે અક્ષય કુમાર અને ટ્વિંકલ કરણના શો કોફી વિથ કરણમાં ગયા હતા. વીડિયો શેર કરતી વખતે ટ્વિંકલે કેપ્શન આપ્યું કે- મિત્રો, કરણ જોહરે મને આ વીડિયો મોકલ્યો, જેના પછી અમે બંને હસવા લાગ્યા. આ વીડિયોથી કેવી રીતે છુટકારો મેળવવો તે સમજી શકાયું નથી. વીડિયોમાં કરણે ટ્વિંકલને સવાલ કર્યો છે કે, ‘અક્ષયમાં એવું શું છે, જે ખાનમાં નથી?’ ટ્વિંકલે એવો જવાબ આપ્યો કે કરણ અને અક્ષય બંને ચોંકી ગયા હતાં.

કરણ બીજો સવાલ પૂછે છે કે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનમાં તમારું સૌથી પ્રિય કોણ છે? આ પછી, ટ્વિંકલે કરણનો પગ ખેંચીને કહ્યું કે, તમે એક બીજા ખાન, ફવાદ ખાનને શા માટે એમાં ઉમેરતા નથી? આ સાંભળીને અક્ષય કુમાર હસવા લાગ્યો અને કરણ પણ કંઈ બોલી શક્યો નહીં. હતું એવું કે તે સમયે ફવાદ ખાનને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. પાકિસ્તાન કલાકારોને લઈને ફિલ્મ એ દિલ હૈ મુશ્કેલ દરમિયાન વિવાદ ચાલી રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: જૂનાગઢના યુવાનનું અમેરિકામાં કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન