અક્ષય કુમારની લાડલીએ કપડાની જેમ ધોઇ નાખ્યુ Puppyને, ટ્વિંકલે Video કર્યો શેર
બોલિવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)ની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) ભલે ફિલ્મોથી દૂર છે પણ તેના લેખ અને જોક્સથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ટ્વિંકલ ખન્નાએ તેની પુત્રી નિતારા (Nitara)નો એક મજેદાર વીડિયો શેર કર્યો છે જે હાલ દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યો છે.
દર્શકો તેના પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં નિતારા (Nitara) તેના પપ્પીને Puppy નવડાવી રહી છે.
ટ્વિંકલ ખન્નાએ (Twinkle Khanna) આ વીડિયો સાથે એક મેસજ લખ્યો છે તે ખુબજ મજેદાર છે. ટ્વીકલે લખ્યુ કે એલેક્સને ફક્ત નિતારાજ સ્ક્રબ કરી શકે.
નિતારા કેટલા પ્રેમથી ઉભા ઉભા એલેક્સને નવડાવે છે. દર્શકો તેને ખુબજ પસંદ કરી રહ્યા છે. ટ્વિંકલ ખન્ના તેની અભિવ્યક્તિથી ખુબજ લોકપ્રિય છે. 2015માં ટ્વિંકલ ખન્નાનું પુસ્તક Mrs Funny Bones પબ્લિશ થયુ હતુ જે બેસ્ટ સેલરની યાદીમાં
સમાવેશ થયુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન