twinkle khanna with daughter nitara spotted on airport
  • Home
  • Featured
  • Photos: ત્રણ-ત્રણ પેઢી એક સાથે, એરપોર્ટ પર ટ્વિંકલ ખન્ના નિતારાનો ખાસ અંદાજ

Photos: ત્રણ-ત્રણ પેઢી એક સાથે, એરપોર્ટ પર ટ્વિંકલ ખન્ના નિતારાનો ખાસ અંદાજ

 | 5:45 pm IST

અક્ષય કુમારની લાડલી બેટી નિતારા મમ્મી ટવિંકલ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. હાલ ઠંડી હોવાથી માતા-પુત્રીએ ગરમ કપડા પહેર્યા હતા. ટ્વિંકલની સાથે તેની ખુબસુરત માતા ડિમ્પલ પણ જોવા મળી હતી. આમ તમે એક સાથે ત્રણ પેઢીને જોઈ શકો છો.

હંમેશા સ્ટાઇલ અને પોતાના આકર્ષક અંદાજથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ડિમ્પલ તેની પુત્રી સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. નિતારાએ ટ્વિંકલની જેવાજ વ્હાઇટ શુઝ પહેર્યા હતા. તો ડિમ્પલ કાપડિયાએ જીન્સ અને ટી-શર્ટની સાથે કોટનનું જેકેટ ગળામાં શાલ પહેરી હતી.

તૈમૂર, મીશા કે આરાધ્યાની સરખામણીએ અક્ષય કુમારના બાળકો આરવ અને નિતારા લાઈમલાઈટથી ખાસ્સા દૂર રહે છે. પરંતુ તેઓ અવારનવાર ફેમિલી વેકેશન પર જતા હોય ત્યારે તેમની તસવીરો ઈન્ટરનેટ પર જરૂર વાઈરલ થાય છે.

નિતારાનો જન્મ 12 સપ્ટેમ્બર 2012માં થયો હતો. અક્ષય કુમાર ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ તેના પરિવાર માટે સમય ફાળવવાનું નથી ચૂકતો અને અવારનવાર તેના ફેમિલી સાથે એડવેન્ચર વેકેશન પર જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન