- Home
- Entertainment
- લગ્નની 18મી વર્ષગાંઠ પર ટ્વિંકલની ફરિયાદો, કરી સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ

લગ્નની 18મી વર્ષગાંઠ પર ટ્વિંકલની ફરિયાદો, કરી સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ

આજે ટ્વિંકલ ખન્નાના લગ્નની 18મી વર્ષગાંઠ છે. તો આ વખતે તેને પતિ અક્ષય કુમારથી શું ભેટ મળી છે તે જાણવું ખૂબજ રસપ્રદ હશે. તો આવો જાણીએ એવી તો કેવી ભેટ મળી છે ટ્વિંકલ ખન્નાને, જેને સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર તેને એક અલગ અંદાજમાં પોસ્ટ કરી છે.
ટ્વિંકલ ખન્નાએ ઈન્ટાગ્રામના તેના એકાઉન્ટ પર #18yearchallengeની સાથે ચાર ફોટોઝ શેયર કરી છે. તેમાની પહેલી ફોટોમાં જેટની સીડીઓ પર પોઝ આપતા તેને એક સવાલ લખ્યો છે કે તમારા લગ્નની વર્ષગાંઠ પર તમારા પતિએ તમને શું ભેટ આપી છે? અનફોર્ચુનેટલી મારા પતિએ મને કોઈ પ્રાઇવેટ જેટ આપ્યો નથી.
બીજી ફોટોમાં ટ્વિંકલે ફરી એજ સવાલ પોસ્ટ કર્યો છે કે તમારા પતિએ તમને એનિવર્સરી પર શું ભેટ આપી છે? અને તેની આગળ લખ્યું છે કે અનફોર્ચુનેટલી મારા પતિએ મને મારા બાળપણના ક્રશ Rob Lowe સાથે ડેટ પણ આપી નથી.
ઉપરાંત ત્રીજો ફોટો શેયર કરતા ટ્વિંકલે ફરી એજ સવાલ પૂછ્યો કે તમારા લગ્નની વર્ષગાંઠ પર તમારા પતિએ તમને શું આપ્યું છે? અનફોર્ચુનેટલી મારા પતિએ મને ફ્રેશ રૈપ્ડ રણવીર સિંહ પણ આપ્યો નથી, બધા હગ પોતાના માટે રાખ્યા.
ચોથી અને અંતિમ ફોટો પોસ્ટ કરી ટ્વિંકલે એજ સવાલ લખ્યો કે તમારા પતિએ તમને એનિવર્સરી પર શું ભેટ આપી છે? જવાબ ખૂબજ ઇમોશનલ અને પ્રેમાળ છે. ટ્વિંકલે લખ્યું કે, ‘ફોર્ચુનેટલી મારા પતિએ મને દોસ્તીના શ્રેષ્ઠ 18 વર્ષ આપ્યા છે. મને ગ્રો કરવા માટે પર્યાપ્ત સ્પેસ આપ્યો છે તેથી હું આગળ વધી શકું. જોકે આ અંત નથી, અમે પેજ નંબર 120 પર છીએ.’
મીડિયા રિપોર્ટ મુજબ, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી માટે વેકેશન પર જઈ રહ્યાં છે. વર્કફંટની વાત કરીએ તો અક્ષય પાસે હાલ ઘણી ફિલ્મો છે જેમાં ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘ગુડ ન્યૂઝ’ અને ‘હાઉસફુલ 4’ સામેલ છે.