અય્યરના ઘરે આવ્યું ભૂત? ઉલ્ટા ચશ્મામાં આવ્યો ટ્વિસ્ટ - Sandesh
NIFTY 10,566.85 +40.65  |  SENSEX 34,420.74 +89.06  |  USD 65.7500 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અય્યરના ઘરે આવ્યું ભૂત? ઉલ્ટા ચશ્મામાં આવ્યો ટ્વિસ્ટ

અય્યરના ઘરે આવ્યું ભૂત? ઉલ્ટા ચશ્મામાં આવ્યો ટ્વિસ્ટ

 | 8:05 pm IST

સબ ટીવીનો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં એક હાઇટેક વોશિંગ મશીન દ્વારા દર્શકોને મનોરંજન આપવાનો પ્રયાસ થશે. જેઠાલાલની દુકાનમાંથી એક નવી બ્રાન્ડનું હાઇટેક વોશિંગ મશીન ખરીદનાર પહેલી ગ્રાહક બબિતાજી બને છે. એક હોરર ફિલ્મ જોયા બાદ અય્યર અને બબિતા ઘરે આવે છે ત્યારે અચાનક બંનેને અજબ-ગજબ અવાજ સંભળાય છે અને બંને ઊઠી જાય છે. વોશિંગ મશીન પોતે ચાલતું હોય છે અને તેમાંથી જ આ અવાજ બંનેને સંભળાય છે. અય્યર જેઠાલાલને અડધી રાત્રે ઘરે બોલાવે છે. જેઠાલાલના આવતાની સાથે મશીન ઊભું રહી જાય છે. શું મશીનમાં ભૂત છે?

સબ ટીવી પર આવતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાનો રોલ કરતી દિશા વાકાણી રિયલ લાઇફમાં પ્રેગનન્ટ છે એવા સમાચાર જ્યારથી મળ્યા છે ત્યારથી દિશાના ચાહકોનો પ્રેમ અને સપોર્ટ પણ વધી ગયો છે. હવે લોકો દિશાને વધારેને વધારે સમય પડદા પર જોઈ લેવા માગે છે. પ્રેગનન્સીને કારણે દિશાએ નાનકડો બ્રેક લીધો હતો અને તે થોડા દિવસ પહેલાં તે ફરી શોમાં પરત આવી છે. તે જ્યારથી શોમાં પરત આવી છે ત્યારથી આ શોની TRPમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી ટોપ 10માં પણ નહોતો પણ દિશા પ્રેગનન્ટ હોવાના સમાચાર કન્ફર્મ થતા જ તે ત્રીજા નંબર પર આવી ગયો છે. આ વાત પુરાવો છે કે લોકો આ કોમેડી શોમાં વધારેને વધારે દયાને જોવા માગે છે.