સોશિયલ મીડિયા પર ઢગલો Likes અપાવવાનો ધંધો ધમધોકાર ચાલે છે, જાણો કેટલો ચાર્જ વસૂલાય છે - Sandesh
  • Home
  • Business
  • સોશિયલ મીડિયા પર ઢગલો Likes અપાવવાનો ધંધો ધમધોકાર ચાલે છે, જાણો કેટલો ચાર્જ વસૂલાય છે

સોશિયલ મીડિયા પર ઢગલો Likes અપાવવાનો ધંધો ધમધોકાર ચાલે છે, જાણો કેટલો ચાર્જ વસૂલાય છે

 | 12:11 pm IST

જો તમે રૂપિયા આપીને સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માંગો છો, તો આવુ પણ પોસિબલ છે. એક રિપોર્ટ અનુસાર, માર્કેટમાં ઓનલાઈન એજન્સીઓ તમારા કન્ટેન્ટને લાઈક, રિવ્યૂ, વીડિયો અને વાઈરલ કરવાની સુવિધાઓ રૂપિયા લઈને આપી રહી છે. તો ચાલો જોઈએ, તમે કેટલા રૂપિયામા લાઈકસ ખરીદી શકો છો.

રિપોર્ટ અનુસાર, 200 રૂપિયામાં 1000 ઈન્સ્ટાગ્રામ લાઈક્સ તમે મેળવી શકો છો. જ્યારે કે, ફેસબુક પર 1000 જ લાઈક્સ મેળવવા માટે તમને 400થી 500 રૂપિયા ચૂકવવા પડે છે. એક હજાર ફેસબુક સબ્સક્રાઈબર માટે તમને 1600થી 2000 રૂપિયા આપવા પડે છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યુ કે, જ્યારે કાશ્મીરનો આતંકી બુરહાન વાની સેના દ્વારા માર્યો ગયો, ત્યારે પાકિસ્તાનમાં બેસેલા લોકોએ વાની સાથે જોડાયેલ પોસ્ટને ભારતમાં ટ્રેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ ખુલાસો થયો છે કે, તમે કોઈના વિશે નેગેટિવ કે હેટ કેમ્પેઈન પણ રૂપિયા આપીને ચલાવી શકો છો.

આવી એક એજન્સી ચલાવનાર વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું કે, એક સપ્તાહમાં એક લાખ લાઈક્સ અપાવી શકે છે. તેના માટે ફેસબુકની પેઈડ સર્વિસ યુઝ કરી શકાય છે. સાથેસાથે તેની પોતાની પણ એક ટ્રિક છે.

એક્સપર્ટ્સે જણાવ્યું કે, તેઓ પોતાના સોફ્ટવેર દ્વારા કંઈક એવું કરે છે, જેનાથી અસલી લોકોની વચ્ચે પોસ્ટ ચર્ચામાં આવે. આવામાં એક બ્રાન્ડ તેની કોમ્પિટિટર બ્રાન્ડનું નેગેટિવ માર્કેટિંગ પણ કરી શકે છે. નેગેટિવ કેમ્પેઈન માટે 30 હજાર રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન