Twitter Geotag Showing Jammu and Kashmir In China, Gives Clarification after Controversy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ દેખાડવા મામલે Twitterએ આપી આ સફાઈ

જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ દેખાડવા મામલે Twitterએ આપી આ સફાઈ

 | 3:31 pm IST
  • Share

માઈક્રો બ્લોગિંગ સાઈટ TWITTER ફરી એક વખત લોકેશનને લઈ ભૂલ કરી દીધી છે. ટ્વીટરે જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ ગણાવી દીધો છે. ટ્વીટરે આ હરકત બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો છે. ટ્વીટર ઈન્ડિયા (Twitter India)એ લાઈવ લોકેશન (GeoTag)માં જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ દેખાડી દીધો હતો. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORG)ની કંપન ગુપ્તાએ આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે.

તો આ મામલે ટ્વીટરનું કહેવું છે કે, અમને આ ટેક્નિલક ખામીની જાણકારી રવિવારે મળી હતી. અમે તેની સંવેદનશીલતાને સમજીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. જિયોટેગની ખામીને અમારી ટીમે તરત જ દૂર કરી દીધી છે. જો કે, આ ભૂલ માટે ટ્વીટરે માફી માગી ન હતી.

ટ્વીટરની આ ભૂલ ત્યારે પકડાઈ જ્યારે લદ્દાખની રાજધાની લેહ સ્થિત વોર મેમોરિયલ પર આયોજિત કાર્યક્રમનું પ્રસારણ પત્રકારોએ ટ્વીટર પર લાઈવ કર્યું હતું. લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન ટ્વીટરની આ ભૂલ પકડાઈ હતી. લાઈવ ટેલિકાસ્ટમાં જિયોટેગમાં જમ્મુ-કાશ્મીર, પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના લખેલું આવ્યું હતું.

જણાવી દઈએ કે હાલમાં જ શાઓમીની વેધર એપમાં અરુણાચલ પ્રદેશને ન દેખાડતાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ શાઓમીએ પણ સફાઈ આપતાં કહ્યું હતું કે, આ ટેક્નિકલ ખામી છે. અને થર્ડ પાર્ટી દ્વારા વેધર ડેટા કલેક્ટ કરવામાં આવે છે. જો કે, સોશિયલ મીડિયામાં લોકોએ Boycott Xiaomi ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ વીડિયો પણ જુઓઃ વડોદરામાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન