Twitter give warning to US president donald trump first time
  • Home
  • Corona live
  • પહેલીવાર ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી, ટ્વીટ્સ કર્યા ફ્લેગ

પહેલીવાર ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી, ટ્વીટ્સ કર્યા ફ્લેગ

 | 9:53 am IST

દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ સામેની જંગને લઈ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે હવે સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે પહેલીવાર ટ્રમ્પને ચેતવણી આપી છે. ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમુક ટ્વીટને ફ્લેગ કરતા ફેક્ટ ચેકની વોર્નિંગ આપી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ચેતવણી બાદ ટ્રમ્પે આને બોલવાની સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવ્યું. ટ્રમ્પે આને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી પણ ગણાવી છે. મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પના બે ટ્વીટ્સ પર ટ્વિટરે વોર્નિંગ આપી હતી. મેલ-ઇન બેલટ્સને બોગસ અને ‘મેલ બોક્સ લૂંટી લેવામાં આવશે’કહી ટ્રમ્પે આધિકારિક એકાઉન્ટથી અમુક ટ્વિટ્સ કર્યા હતા. ત્યારે આ ટ્વીટ પર એક લિંક આવી રહી હતી. જેના પર લખ્યું હતું કે મેલ-ઇન બેલટ્સ અંગે તથ્ય જાણો. આ લિંક ટ્વિટર યુઝર્સને મોમેન્ટ્સ પેજ પર ફેક્ટ ચેક માટે લઈ જાય છે. જ્યાં ટ્રમ્પના અપ્રમાણિત દાવાઓ સંબંધિત માહિતી જોવા મળે છે.

આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સતત બે ટ્વીટ કરી ટ્વિટરના આ વલણ પર નિશાન સાધ્યું. ટ્રમ્પે પહેલા ટ્વીટમાં લખ્યું કે,‘ટ્વિટર હવે 2020ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મેલ-ઇન-બેલટ્સ અંગે મારું નિવેદન ભ્રષ્ટાચાર અને બોગસ વાતોને જન્મ આપશે. આ ખોટું છે. આ ફેક ન્યૂઝ સીએનએન અને એમેઝોન વોશિંગ્ટન પોસ્ટની ફેક્ટ ચેંકિંગ પર આધારિત છે.’જ્યારે અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે,‘ટ્વિટર સંપૂર્ણ રીતે બોલવાની આઝાદી પર હુમલો કરી રહ્યું છે. એક રાષ્ટ્રપતિ તરીકે હું એવું નહીં થવા દઉ.’

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં કોરોના વાયરસના મોતના તાંડવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ રમતા નજરે આવ્યા હતા. તેથી તેમની ઘણી ટીકાઓ થઈ હતી. ત્યાર બાદ ટ્રમ્પે મીડિયા પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે ફેક અને ભ્રષ્ટ ન્યૂઝે આને રજૂ કર્યું છે. માનો કે કોઈ પાપ કર્યું હોય.

આ વીડિયો પણ જુઓ: ડભોઇનું ગાયકવાડી વઢવાના તળાવ સૂકુંભટ્ટ ખેડૂતો ચિંતિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન