Twitter launches new tool user can remove unwanted followers without blocking
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Twitterનું કમાલનું ટૂલ, હવે નવી રીતે હટાવી શકાશે ખાસ ફોલોઅર્સને

Twitterનું કમાલનું ટૂલ, હવે નવી રીતે હટાવી શકાશે ખાસ ફોલોઅર્સને

 | 4:46 pm IST
  • Share

  • Twitter લાવ્યું કમાલનું ટૂલ

  • નવી રીતે હટાવી શકાશે ખાસ ફોલોઅર્સને

  • વ્યક્તિને બ્લોક કર્યા વિના જ મેસેજ મોકલવાથી રોકી શકાશે

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે એક નવું ફીચર સોફ્ટ બ્લોક ટૂલ લોન્ચ કર્યું છે જે વેબ પર કોઈ પણ યૂઝરને બ્લોક કર્યા વિના જ એક ફોલોઅરને રિમૂવ કરવાની પરમિશન આપશે. કોઈ ફોલોઅરને સોફ્ટ બ્લોક કરવા માટે પોતાની પ્રોફાઈલ પર જાઓ. ફોલોઅર્સ પર ક્લિક કરો અને ફોલોઅરની બાજુમાં 3 ડોટ મેન્યૂ પર ક્લિક કરો. હવે ફરી ફોલોઅરને રિમૂવ ઓપ્શન પર ક્લિક કરવા દો. મળતી માહિતી અનુસાર રિમૂવ કરાયેલા ફોલોઅરને આ ફેરફારની જાણકારી અપાશે નહીં.

કોઈને બ્લોક કરવાથી અલગ છે આ રીત

આ કોઈને બ્લોક કરવાથી અલગ છે. જે તમને તમારા ટ્વિટ જોવા અને તમને સીધા મેસેજ મોકલવાથી રોકે છે. ટ્વિટરના નવા રિમૂવ ફોલોઅર ફીચરનું એક રિમોટ અનફોલો બટન છે જે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર તમારા અને અન્ય કોઈની વચ્ચે અંતર બનાવી લેવાનો એક સારો પ્રયાસ છે, કોઈને તેની જાણકારી વિના અનફોલો કરવા માટે તમે એક સોફ્ટ બ્લોક કરી શકતા હતા અને એ ત્યારે થતું હતું જ્યારે તમે કોઈને મેન્યુઅલ રીતે બ્લોક કે અનબ્લોક કરો છો.

હટાવાયેલા ફોલોઅરને ફરીથી જોવા માટે કરવાનું રહેશે આ કામ

તમારા દ્વારા હટાવી દેવાયેલા ફોલોઅરને તમારા ટ્વિટને તેમની ટાઈમલાઈન પર જોવા માટે તમારે તેમને ફરીથી ફોલો કરવાના રહેશે અને સાથે તમારી પાસે સિક્યોર ટ્વિટ્સ છે તો તેને ફરીથી ફોલોઅર બનવા માટે તમારી એક્સેપ્ટેન્સની જરૂર રહેશે.

ટ્વિટર જલ્દી લાવશે વોર્નિંગ ટૂલ

ટ્વિટર આઈઓએસ અને એન્ડ્રોઈડ પર ફીચર પર ટેસ્ટ થઈ રહ્યો છે, જે યૂઝર્સને ખોટી પોસ્ટ અને ખોટી વાત કરતા પહેલા વોર્નિંગ આપશે. એક રિપોર્ટ અનુસાર ચાલી રહેલી વાતમાં એક સિગ્નલ અપાયું છે જે કહે છે કે આ રીતની વાતચીત વિવાદ પકડી શકે છે. જો યૂઝર આ વાતમાં એકનો જવાબ આપવાની કોશિશ કરે છે તો ટ્વિટર ફેક્ટ બેસ્ડ કન્વર્સેશનને પ્રોત્સાહિત કરવા માટે 3 બુલેટ પોઈન્ટ આપશે. માઈક્રો બ્લોગિંગ સાઈટના સપોર્ટ પેજ પર લખ્યું છે અમે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર સિગ્નલનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ જે તમને નોટિફાઈ કરે છે કે તમે જે વાતમાં એન્ટ્રી કરવા ઈચ્છો તે કેટલી મહત્વની બની શકે છે. ઈન્સ્ટાગ્રામે હાલમાં લિમિટ્સ નામનું આવું ટૂલ રજૂ કર્યું છે જે યૂઝર્સને અનિચ્છનીય વાતચીતને અસ્થાયી રીતે બેન કરવામાં સક્ષમ બનાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો