Twitter Told To Take Down Handles Spreading Fake News About Kashmir
  • Home
  • Featured
  • …અને અમિત શાહે કાશ્મીર મામલે આદેશ આપતા જ ટ્વિટરે ભર્યા આકરા પગલા

…અને અમિત શાહે કાશ્મીર મામલે આદેશ આપતા જ ટ્વિટરે ભર્યા આકરા પગલા

 | 1:55 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટી ત્યારથી રાજ્યમાં શાંતિનો માહોલ છે. બકરી ઈદ પર પણ રાજ્યમાં એકદમ શાંતિ જોવા મળી રહી છે. જોકે, પાડોશી દેશ પાકિસ્તાન રાજ્યમાં સ્થિતિ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેમાં પણ તેને સફળતા મળતી નથી દેખાતી.

આ દરમિયાન મોદી સરકારે વધુ એકવાર આકરા તેવર દેખાડ્યા છે અને નરી અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરનારા 8 ટ્વિટર એકાઉન્ટ જ બંધ કરી દીધા છે. કેન્દ્રની મોદી સરકારના આદેશ પર 4 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.

શું છે આખી ઘટના

ભારત સરકાર કલમ 370 પર સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ચલાવનારા ટ્વિટર એકાઉન્ટ પર સતત નજર રાખી રહી હતી. જ્યારે પાણી એક હદથી ઉપર ગયું ત્યારે સરકારે સરકારે ટ્વિટરને આ એકાઉન્ટ હટાવવા કહ્યું હતું. ત્યાર બાદ તુરંત જ 4 એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીર મામલે ભારત વિરૂદ્ધ ખોટુ અને આધારહીન તથ્યો કથિત રીતે ફેલાવવાના કારણે ટ્વિટર એકાઉન્ટ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે સોમવારે જ ટ્વિટર પર કેટલાક એકાઉન્ટ પરથી એ અફવા ફેલાવવામાં આવી હતી કે બકરી ઈદ પર કાશ્મીર ખીણમાં ગોળીબાર થયો છે. જોકે સાંજે સ્થાનિય પ્રસાસને સ્પષ્ટ કર્યું હતું કે, ઈદનો તહેવાર એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો છે અને દિવસ દરમિયાન એક પણ ગોળી ચાલી નથી.

ટ્વિટરના એક પ્રવક્તા એ કહ્યું હતું કે, અમે અંગત અને ખાનગી સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખી વ્યક્તિગત એકાઉન્ટ પર કોમેંટ નથી કરતા. અમારી ટ્વિટર ટ્રાંસપરેંસી અહેવાલમાં દર બે વર્ષે આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કરવામાં આવેલી રિક્વેસ્ટ જાહેર કરવામાં આવે છે.

આ એકાઉન્ટ હટાવવાનો આદેશ

@kashmir787 

@Red4Kashmir 

@arsched 

@mscully94 

@sageelaniii
@sageelaniii
@sadaf2k19

@RiazKha61370907
@RiazKha723

ISI અને પાકિસ્તાની સૈન્યનો હાથ

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના જાહેર કરવાની શરતે કહ્યું હતું કે,, આ એકાઉંટ પરથી અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી જેથી કરીને કાશ્મીર ખીણમાં શાંતિ ડહોળી શકાય. માનવામાં આવે છે કે, આ બધા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ કે પછી પાકિસ્તાની સૈન્યનો હાથ છે.

આ વીડિયો પણ જુઓ

પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો ઝટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન