હિન્દુત્વવાળી છબી ધરાવનારા યોગી આદિત્યનાથ યુપીના નવા સીએમ બન્યાં. પરંતુ તેમની આ વાતના અભિનંદન મળી રહ્યાં છે હોલિવુડ સ્ટાર વિન ડીઝલને. વિન ડીઝલ અને યોગી આદિત્યનાથના ચહેરા એકજેવા લાગી રહ્યાં છે. તેમનો ચહેરો બહુ જ મળતો આવે છે, જાણો કે મેળામાં વિખૂટા પડેલા ભાઈઓ!! હાલ આ ચર્ચા ટ્વિટર પર જમસે ચાલી રહી છે. ટ્વિટર પર લોકો તૂટી પડ્યા છે વિન ડીઝલને યોગી આદિત્યનાથ સાથે સરખાવવા. કેટલાકે હમશકલ કહ્યા, કોઈએ મેળામા વિખૂટેલા કહ્યાં, તો કોઈએ બંનેને ભાઈઓ ગણાવ્યા. તો કોઇએ આશ્ચર્ય પ્રગટ કરતા લખ્યું છે અરે! વિન ડીઝલ બન્યાં છે યુપીના આગામી સીએમ!!

હર્ષ ગોએન્કાએ પણ યોગી આદિત્યનાથના સીએમ બનવા પર આ અંદાજમા ટ્વિટ કરી હતી. તો ચાલો ટ્વિટર પર વિવિધ રીતે ઉડાવાયેલી મજાક પર નજર કરીએ.