Twitter under fire as it shows Jammu and Kashmir as part of Republic China
  • Home
  • Featured
  • ટ્વિટરે ભારતના અભિન્ન અંગ સાથે કરી ગંભીર છેડછાડ, ચીનને સમર્થન કરાતા લોકો લાલઘુમ

ટ્વિટરે ભારતના અભિન્ન અંગ સાથે કરી ગંભીર છેડછાડ, ચીનને સમર્થન કરાતા લોકો લાલઘુમ

 | 8:11 pm IST

સોશિયલ મીડિયા (Social Media) સાઈટ ટ્વિટર (Twitter)ની ભારતીય બ્રાંચે ભારત (Twitter India)ના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) ને લઈને બરાબરનો ભાંગરો વાટ્યો છે. ટ્વિટર ઈન્ડિયાના આ છબરડાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉંડેશનની ફેલો કંચન ગુપ્તા (Kanchan Gupta)એ આ મુદ્દો ઉઠાવ્યો છે.

ગુપ્તાએ ટેલિકોમ અને ઈમ્ફોર્મેશન મંત્રી રવિશંકર પ્રસાદ (Ravishankar Prashad) ને ટેગ કરી લખ્યું છે કે,- ટ્વિટરે જમ્મુ અને કાશ્મીરના ભૂગોળને બદલવાનો નિર્ણય લીધો છે અને જમ્મુ-કાશ્મીરને પીપલસ રિપબ્લિક ઓફ ચાઈનાના ભાગ તરીકે જોવાનો નિર્ણય લીધો છે. તો શું આ ભારતના કાયદાનું ઉલ્લંઘન નથી? ભારતમાં તો નાની નાની વાતે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. તો શું અમેરિકાની જાણીતી ટેક્નોલોજી કંપની કાયદાથી ઉપર છે?

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર વધુ એક વિવાદમાં ઘેરાઈ છે. ટ્વિટર પર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જમ્મુ-કશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. ડિફેન્સ એનાલિસ્ટ નિતિન ગોખલેએ પણ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદને ફરિયાદ પણ કરી છે.

ગોખલેએ કહ્યું હતું કે, ટ્વિટરના હોલ ઓફ ફેમ ફીચરમાં લેહ સિલેક્ટ કરવામાં આવે તો લોકેશનમાં જમ્મુ કાશ્મીર, પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના દેખાડવામાં આવી રહ્યુ છે. જ્યારે ફરી વખત આ ફિચરને ટેસ્ટ કરવામાં આવ્યુ ત્યારે પણ આ જ રિઝલ્ટ આવ્યું હતુ.

નીતિન ગોખલેએ આ જાણકાકરી આપ્યા બાદ ટ્વિટર યુઝર્સ પણ તેને સમર્થન આપી રહ્યા છે. લોકોએ કહ્યું હતું કે, આ વાત સાચી છે અને આ જ પ્રકારનુ લોકેશન બીજા યુઝર્સને પણ જોવા મળી રહ્યુ છે. આ અગાઉ  2012માં પણ ફરિયાદ ઉઠી હતી કે  ટ્વિટર પર જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવી રહ્યો છે. એ દરમિયાન ટ્વિટરે લૂલો બચાવ કરતા કહ્યુ છે કે, આ ટેકનિકલ ખામી છે અને તેને વહેલી તકે સુધારી લેવામાં આવશે. હવે ફરી જ આવી ગંભીર ભૂલ ટ્વિટરે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન