પાકિસ્તાનની એન્કર એપલને એવું સમજી બેઠી કે બધા વીડિયો જોઇ ખૂબ હસે છે, થવા લાગી ટ્રોલ

સોશિયલ મીડિયા પર કયારેક પાકિસ્તાનના વડાપ્રધાનની મજાક થાય છે તો કયારેક ત્યાંની ક્રિકેટ ટીમને ટ્વિટર પર કોઇને કોઇ ભૂલના કારણે લોકો ટ્રોલ કરી દે છે. આ વખતે ટ્વિટર યુઝર્સના નિશાના પર છે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલની એન્કર જે દેશની ખરાબ અર્થતંત્ર પર ચર્ચા દરમ્યાન નિષ્ણાત એપલ કંપનીનો ઉલ્લેખ કરે છે તો તે એપલ એટલે કે ખાવાના સેબ (સફરજન)ને સમજી લે છે. હવે ટ્વિટર પર આ એન્કરનો વીડિયોની લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે અને તેના પર કેટલાંય મીમ્સ પણ બની રહ્યા છે.
જો કે વાત એમ છે કે ટીવી ચેનલ પર પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિ પર ચર્ચા થઇ રહી હતી ત્યાં નિષ્ણાત ટેક કંપની એપલનું ઉદાહરણ આપતા કહે છે કે વેપાર કેવી રીતે કરાય છે આ એપલ પાસેથી શીખવાની જરૂર છે. એપલનું વાર્ષિક ટર્નઓવર પાકિસ્તાનના કુલ બજેટથી પણ વધુ છે. તેના પર મહિલા એન્કર એપલનો મતલબ સેબ એટલે કે સફજ સમજી કહે છે કે હા મેં પણ સાંભળ્યું છે કે અલગ-અલગ પ્રકારના સફરજનનો ખૂબ મોટો વેપાર છે. જો કે લાઇવ શો દરમ્યાન જ પેનલમાં સામેલ નિષ્ણાત તેની માહિતીને સુધારતા દેખાય છે.
Apple business and types of apple, just some regular tv shows in Pakistan.. pic.twitter.com/3Sr7IBl7ns
— Naila Inayat नायला इनायत (@nailainayat) July 4, 2019
આ શો પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર 4 જૂનના રોજ દેખાડાઇ હતી પરંતુ આ વાયરલ ત્યારે થયું જ્યારે પાકિસ્તાનની જ એક પત્રકાર નાયલા ઇનાયતે તેને સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું કે એપલનો વેપાર અને એપલના કેટલાંય પ્રકાર છે. ત્યારબાદથી આ એન્કરનો વીડિયો ખૂબ શેર થઇ રહ્યો છે, લોકો ટ્રોલ કરી રહ્યા છે અને તેના પર કેટલાંય પ્રકારના મીમ્સ વાયરલ થવા લાગ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન