Two American Nuclear Warship In South China Sea
  • Home
  • Featured
  • યુદ્ધ ઘેલું ચીન ચારેકોરથી ઘેરાયું, સાઉથ ચાઇના સીમાં USએ ઉતાર્યા પરમાણુ યુદ્ધજહાજ

યુદ્ધ ઘેલું ચીન ચારેકોરથી ઘેરાયું, સાઉથ ચાઇના સીમાં USએ ઉતાર્યા પરમાણુ યુદ્ધજહાજ

 | 2:49 pm IST

એક તરફ લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાઉથ ચાઇના સીમાં પણ તણાવ વધતો જઇ રહ્યો છે. અમેરિકાએ પરમાણુ શક્તિથી સજ્જ પોતાના બે એરક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઇના સીમાં મોકલી દીધા છે. આનાથી ચીનની સાથે અમેરિકાનો તણાવ ચરમ પર પહોંચી ગયો છે. જેમ જેમ ચીન હિંદ અને પ્રશાંત મહાસાગરનાં ક્ષેત્રમાં પોતાનું બાહુબળ વધારી રહ્યું છે તેમતેમ દુનિયા આ વાત પર એક થઈ ગઈ છે કે સમુદ્રમાં ડ્રેગનને ઘેરી લઇશું અને તેની તાકાતનો જડબાતોડ જવાબ આપીશું.

2 મહાકાય પરમાણુ યુદ્ધજહાજો સાઉથ ચાઈનાં સીમાં ગોઠવ્યા

સમુદ્રમાં ચીન પર દબાવ બનાવવા અને જરૂરિયાત પડવા પર હુમલો કરવા માટે અમેરિકાએ પોતાના બે યુદ્ધ જહાજો USS રૉનાલ્ડ રીગન અને USS નિમિત્ઝને દક્ષિણ ચીન સાગરમાં તૈનાત કર્યા છે. ત્યારબાદથી આ વિસ્તારમાં તણાવ ચરમ પર પહોંચી ગયો છે. આ બંને યુદ્ધ જહાજો એરક્રાફ્ટ કેરિયરથી ઉડાન ભરનારા યુદ્ધ વિમાનોની સ્ટ્રાઇક કરવાની ક્ષમતાનું સતત અવલોકન કરી રહ્યા છે.

અમેરિકા પોતાની શક્તિ ચીન પર અજમાવવા માટે તૈયાર

USS રોનાલ્ડ રીગન અને USS નિમિત્ઝ બંને જ પરમાણુ શક્તિથી સજ્જ મલ્ટી મિશન એરક્રાફ્ટ કેરિયર છે. આ વિશાળકાય યુદ્ધ જહાજો દુનિયાનાં સૌથી મોટા યુદ્ધ જહાજોમાં ગણવામાં આવે છે અને આ બંને લગભગ 5,000 નૌસેનિકોને લઇ જવાની ક્ષમતા રાખે છે. પરમાણુ શક્તિથી સજ્જ યુદ્ધ જહાજોની આ ઉપસ્થિતિથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા પોતાની શક્તિ ચીન પર અજમાવવા માટે તૈયાર છે. આનાથી એ પણ ખબર પડે છે કે અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ કઈ હદ સુધી વધી ચુક્યો છે.

ચીન અનેક દેશોને ધમકાવવામાં લાગ્યું

અત્યારે અમેરિકા એક તક શોધી રહ્યું છે જેમાં તે ચીનની તાકાત અને પ્રભાવને ધૂળમાં મેળવી શકે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં આ યુદ્ધાભ્યાસ એવા સમયે શરૂ કર્યો છે, જ્યારે આ જ વિસ્તારમાં ચીનની નૌસેના પણ યુદ્ધાભ્યાસ કરી રહી છે. 1 જુલાઈથી ચીનની નૌસેના પોતાની સૈન્ય તૈયારીઓનું પ્રદર્શન કરીને તાઇવાન અને બીજા પાડોશી દેશોને ધમકાવવામાં લાગી છે.

આ વિડીયો પણ જુઓ: અંબાજી મંદિર ખાતે સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન