Two arrested brothers of Gujarat ATS for spying for Pakistan
  • Home
  • Bhuj
  • પાકિસ્તાન માટે સેનાની જાસૂસી કરતા બે ભાઇઓની ગુજરાત ATSએ કરી ધરપકડ

પાકિસ્તાન માટે સેનાની જાસૂસી કરતા બે ભાઇઓની ગુજરાત ATSએ કરી ધરપકડ

 | 4:04 pm IST

પાકિસ્તાન માટે સેનાની જાસૂસી કરનારા બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. યૂપી એટીએસ અને ગુજરાત એટીએસનાં જોઇન્ટ ઓપરેશનમાં આ ધરપકડ ગુજરાતનાં ભુજથી કરવામાં આવી. બંન્ને સંદિગ્ધોને હિરાસતમાં લઇ તેમની તપાસ કરવામાં આવી રહી છે.

એટીએસનાં સૂત્રોનું માનીએ તો ધરપકડ કરવામાં આવેલ બંન્ને શંકાસ્પદ લોકો ભાઇ છે. હાલમાં બંન્ને શંકાસ્પદ લોકોની ધરપકડ કરીને ગુજરાતમાં જ તેમની પૂંછપરછ કરવામા આવી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, બંન્ને ભાઇ પાકિસ્તાન માટે ભારતમાં રહીને જાસૂસી કરી રહ્યા હતાં. તેઓ ગુજરાત બોર્ડર પર સેનાની મૂવમેન્ટની જાણકારી પાકિસ્તાનને પહોંચાડતા હતાં.

બતાવવામાં આવી રહ્યું છે કે, એટીએસને શંકાસ્પદ લોકોની તલાશી દરમિયાન તેમની પાસેથી શંકાસ્પદ ડેટા મળ્યો છે. જોકે બંન્નેએ મોબાઇલમાંથી ઘણો ખરો ડેટા ડિલિટ કરી નાંખ્યો છે જેને રિકવર કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. એટીએસે આરોપીઓ પાસેથી મળેલ તમામ સામગ્રીને જપ્ત કરી લીધી છે.

એટીએસની ટીમો બંન્ને શંકાસ્પદ ભાઇઓને અજ્ઞાત સ્થળે લઇ ગઇ છે, જ્યાં તેમની પાસે પૂંછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પૂછપરછ બાદ કેટલાક બીજા લોકોના નામ પણ સામે આવી શકે છે અને તેમની પણ ધરપકડ કરવામા આવી શકે છે. યૂપી એટીએસનાં સૂત્રોનું માનીએ તો તેમની પાકિસ્તાન માટે જાસૂસી કરનારા લોકોનાં ઇનપુટ મળ્યા હતાં. જેથી ત્યાંની ટીમ ગુજરાત પહોંચી હતી.

આ પણ જુઓ: અમદાવાદમાં શંકાસ્પદ યુવકની પૂછપરછ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન